• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Property »Update» Buy Homes Across 11 Projects In 7 Cities

ટાટા સાથે બુક કરાવો ઘર, 13 જુલાઈથી ‘ઓનલાઈન પ્રોપર્ટી એક્ઝિબિશન’

નવી દિલ્હીઃ ફ્લેટ કે ઘર ખરીવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. ટાટા વેલ્યુ હોમ્સ 13થી 15 જુલાઈ દરમિયાન ‘ પ્રથમ ઓનલાઈન પ્રોપર્ટી એક્ઝિબિશન’ યોજવા જઈ રહ્યું છે. આ એક્ઝિબિશન અંતર્ગત ટાટા વેલ્યુ હોમ્સ 7 શહેરોમાં 11 પ્રોજેક્ટ હેઠળ 200 હાઉસિંગ યુનિટનું વેચાણ કરશે. ફ્લેટ બુક કરાવવા માટે ટાટા વેલ્યુ હોમ્સની વેબસાઈટ પર જઈને રજિસ્ટર કરાવવું પડશે. 13 જુલાઈના રોજ સવારે 7 કલાકથી શરૂ થઈ રહેલાં આ એક્ઝિબિશન અંતર્ગત ગ્રાહકોને વિશેષ ઓફર આપવામાં આવશે. છેલ્લાં દોઢ વર્ષમાં ટાટા હાઉસિંગ ઓનલાઈન માધ્યમ દ્વારા 1500 હાઉસિંગ યુનિટનું વેચાણ કર્યું છે. જોકે આ યુનિટ ઈ-કોમર્સ દ્વારા વેચવામાં આવ્યા છે.
 
ક્યાં મળશે પ્રોપર્ટી
 
ટાટાએ સાત શહેરોમાં આ એક્ઝિબિશન રાખ્યું છે. જેમાં દિલ્હી, મુંબઈ, કોલકતા, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ અને પુણેનો સમાવેશ થાય છે. બેંગલુરુ, ચેન્નઈ, પુણે અને અમદાવાદમાં 2-2 તથા દિલ્હી,મુંબઈ અને કોલકાતામાં 1-1 પ્રોજેક્ટનું એક્ઝિબિશન યોજાશે.
 
200 યુનિટ્સનું થશે વેચાણ
 
ટાટા હાઉસિંગના આ એક્ઝિબિશનમાં કુલ 200 યુનિટ્સનું વેચાણ કરવામાં આવશે. તેની પ્રારંભિક કિંમત 12.9 લાખથી શરૂ થશે. આ પ્રોપર્ટી અમદાવાદમાં મળશે. જ્યારે અન્ય શહેરોમાં આ કિંમત 18 લાખ તથા 28 લાખથી લઈને 62 લાખ રૂપિયા સુધી છે. ટાટા હાઉસિંગ મુજબ, અન્ય કોઈ ખર્ચ વગર ઘરની સાથે એકસ્ટ્રા રૂમ પણ આપવામાં આવી રહ્યાં છે.
 
કેવી રીતે પ્રોપર્ટી બુક કરાવશો
 
સૌથી પહેલાં ટાટા હાઉસિંગના વેબસાઈટ http://www.tatavaluehomes.com/ પર જાવ.
વેબસાઈટ પર તમારું નામ, ઈમેલ, ફોન નંબર જેવી વિગતો ભરવી પડશે.
જેવી તમે આ પ્રક્રિયા પૂરી કરશો તમને પ્રોપર્ટીનો વિકલ્પ મળશે.
રજિસ્ટર થયા બાદ તમારા મોબાઈલ પર એક મેસેજ આવશે, જેમાં કોડ હશે.
બુકિંગ 13 જુલાઈના રોજ સવારે સાત વાગે શરૂ થશે. આ દિવસે તમારે મોબાઈલ પર મોકલવામાં આવેલા કોડનો ઉપયોગ કરવાનો રહેશે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ફ્લેટના ઓનલાઈન વેચાણ માટે સ્નેપડીલ સાથે કરાર કર્યો છે ટાટા વેલ્યુ હોમ્સે..

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.