• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Loans »Update» Banks Prefer People Who Had A Stable Job

નોકરીયાતો લોન લેવામાં આ બાબતોનું રાખો ધ્યાન, નહીં થાય લોન રિજેક્ટ

નવી દિલ્હીઃ લોન લેતી વખતે આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે સેલેરી જ સૌથી મોટું પરિબળ છે પરંતુ બેન્ક આપની જોબ સ્ટેબિલિટીને પણ જુએ છે. બેન્ક એ પણ જુએ છે કે નોકરી વખતે આપને કેવો પગાર મળી રહ્યો છે. બેન્ક લોન આપતા પહેલા જોબનો પ્રકાર, કયા વ્યવસાયમાં આપ છો અને કયાં કામ કરો છો, એ બાબતો પર પણ સંપૂર્ણ રીતે ચકાસણી કરે છે. મનીભાસ્કર આપને જણાવી રહ્યું છે કે કેવી રીતે આવક ઉપરાંત જોબના પ્રકારની પણ બેન્કમાંથી લોન લેવા પર પડે છે અસર.
 
નોકરી અને લોન વચ્ચે ઊંડો સંબંધ
 
આપની લાંબા સમયની જોબ અને તે પણ એક કંપનીમાં હોય તો બેન્કને એ ભરોસો આપે છે કે આપ બેન્કમાંથી લીધેલી લોનને સમયસર ચુકવી શકશો. આનાથી બેન્કને આપની ઇન્કમ પ્રૂફ, બેન્ક સ્ટેટમેન્ટ અને અન્ય જાણકારીઓ લેવામાં સરળતા રહે છે. આપની કંપની મોટી હોય કે નાની, આનાથી બેન્કને એટલો ફર્ક નથી પડતો, જેટલો કંપનીમાં આપના ટકી રહેવાના પડે છે. હોમ લોન લેવા માટે આપની જોબનો ટ્રેક રેકોર્ડ જોવા માટે બેન્ક તપાસ કરે છે.
 
એક્સિસ બેન્ક લોન ડિપાર્ટમેન્ટમાં મેનેજર નિતિન કુમારે જણાવ્યું કે તેમની બેન્ક હોમ માટે અરજી કરનારાની જોબ સ્ટેબિલિટીની સારી રીતે તપાસ કરે છે. સામાન્ય રીતે બેન્ક એવા લોકોને હોમ લોન આપે છે , જેમની પાસે કાયમી જોબ હોય છે અને બધા ડોક્યુમેન્ટ્સ હોય છે. બેન્ક એવા લોકોને લોન જલદી પ્રોસેસ કરે છે જેમની સેલેરી એકાઉન્ટમાં ક્રેડિટ હોય છે.
 
રોકડમાં મળે છે પગાર તો પણ થાય છે મુશ્કેલી
 
જે સંસ્થામાં આપ જોબ કરો છો અને ત્યાં આપનો પગાર બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર ન થતો હોય કે પછી ચેકથી મળતો હોય તો પણ આપને લોન મેળવવામાં મુશ્કેલી ઊભી થઇ શકે છે. બેન્કને લાગે છે કે જો આપ પગાર રોકડમાં લો છો તો આપની પાસે પગાર દર્શાવવાનો કોઇ પુરાવો નથી હોતો. વળી, લોન લેવા માટે જરૂરી ફોર્મ 16 પણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી નથી મળતું. આવા સંજોગોમાં આપની પાસે કોઇ પુરાવો નથી હોતો. જેનાથી બેન્કને ખાતરી કરાવી શકો કે ખરેખર આપ આટલો પગાર મેળવો છો, જેનાથી આપ લોન માટે અરજી કરી શકો.
 
આગળની સ્લાઇડમાં વાંચો કેવી રીતે જોબનો પ્રકાર લોન મેળવવામાં કરી શકે છે અસર...

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.