• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Retirement »Update» NPS Is The Best Option Retirement Planning

રિટાયરમેન્ટની પ્લાનિંગ સાથે ટેક્સની છૂટનો લાભ, ‘NPS’ છે વધુ સારો વિકલ્પ

નવી દિલ્હીઃઆખી જિંદગીની રઝળપાટ બાદ દરેક વ્યક્તિ રિટાયરમેન્ટ બાદ આરામથી જીવવા માગતી હોય છે. તેના માટે જરૂરી છે કે વર્તમાનમાં જ રિટાયરમેન્ટનું પ્લાનીંગ શરૂ કરી દે. રિટાયરમેન્ટના પ્લાનીંગ માટે સૌથી સારો વિકલ્પ છે નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ). એનપીએસ દ્વારા રોકાણ કરીને લાંબા ગાળે વધુ સારા રિટર્નની સાથે ટેક્સ છૂટ પણ મળે છે. ચાલો જાણીએ એનપીએસના લક્ષણો અને તેની પર કેટલી ટેક્સ છૂટ મળે છે.
 
શું છે એનપીએસ
 
એનપીએસ લાંબી અવધિની એક એવી બચત યોજના છે જેનો ઉદ્દેશ લોકોની રિટાયરમેન્ટ જરૂરિયાતોને પૂરી કરવાનું છે. શરૂમાં આ ફક્ત કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ હતી, પરંતુ પહેલી મે 2009થી એનપીએસની સુવિધા સામાન્ય લોકો માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ યોજનાનો લાભ 18થી 60 વર્ષની વચ્ચેના લોકો લઇ શકે છે. એનપીએસમાં બે રીતેના એકાઉન્ટ છે – ટિયર 1 અને ટિયર 2. ટિયર 1 એકાઉન્ટમાં પેન્શનન ફંડમાં રોકાણ કરીને ફંડમાં રોકાણ કરીને 60 વર્ષની આયુષ્ય સીમા સુધી લોક કરી શકે છે. ટિયર-2 એકાઉન્ટનો ઉપયોગ બચત ખાતાની રીતે કરી શકાય છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો એનપીએસ પર કેટલી મળે છે ટેક્સ છૂટ...
 
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.