• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Mutual Fund »Update» Tips To Rake In Higher ROI From Mutual Fund Investment

મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણથી પહેલા આ વાતોનું રાખો ધ્યાન, મળશે જોરદાર રિટર્ન

નવી દિલ્હીઃ રોકાણ કરવા માટે લોકોની પાસે તમામ વિકલ્પ હોય છે, પરંતુ સૌથી યોગ્ય વિકલ્પ તે જ હોય છે જયાં જોખમ ઓછું અને રિટર્ન વધારે હોય છે. આ રીતનો એક વિકલ્પ છે મ્યુચ્યુઅલ ફન્ડ. શેરબજારમાં રોકાણના મુકાબલે મ્યુચ્યુઅલ ફન્ડમાં જોખમ ઘટાડવા અને સારૂ રિટર્ન આપવાની સંભાવનાઓ વધારે હોય છે. પરંતુ યોગ્ય જાણકારીના અભાવે મ્યુચ્યુઅલ ફન્ડમાં થયેલા રોકાણ પર પણ ઘણીવાર આશા પ્રમાણેનું રિટર્ન નથી મળતું. એવામાં મની ભાસ્કર આપને જણાવી રહ્યું છે મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણની સ્માર્ટ રીત, જે આપને જોખમથી બચાવીને જોરદાર રિટર્ન આપવામાં મદદગાર સાબિત થશે.
 
ફન્ડ મેનેજરનો રોલ સૌથી મહત્વનો
 
મ્યુચ્યુઅલ ફન્ડમાં કરવામાં આવેલા રોકાણ પર મળનારા રિટર્નમાં ફન્ડ મેનેજરની ભૂમિકા મહત્વની હોય છે. જેથી મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ અગાઉ ફન્ડ મેનેજરની રોકાણ પ્રક્રિયા, ટ્રેક રેકોર્ડ, વિશેષજ્ઞતા વગેરે જાણવી ઘણી જ જરૂરી હોય છે. ફન્ડ મેનેજરના વિષયમાં જાણકારી બધા ફન્ડ હાઉસ ઉપલબ્ધ કરાવે છે.
 
મ્યુચ્યુઅલ ફન્ડની પસંદગી
 
મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ પહેલા તેનો ટ્રેક રેકોર્ડ જોવો જોઇએ. સામાન્ય રીતે રોકાણકાર ૬ મહિનાથી એક વર્ષ સુધીના ગાળાનું વિશ્લેષણ કરે છે. આમ ન કરવું જોઇએ. ફન્ડનું વિશ્લેષણ ૪ થી ૫ વર્ષના ગાળા માટે કરવું જોઇએ. આ ઉપરાંત, ફન્ડ દ્ધારા અલગ-અલગ સમયમાં પ્રાપ્ત રિટર્નને પણ જોવું જોઇએ. હંમેશા યાદ રાખવું જોઇએ કે ફન્ડના જુના પ્રદર્શનને રિપીટ થવાની કોઇ ગેરંટી નથી હોતી.
 
આગળની સ્લાઇડમાં વાંચો મોટુ નામ નથી રોકાણનો માપદંડ...
 
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે. 
 
(Mutual Fund Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tips to rake in higher ROI from mutual fund investment
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.