• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Mutual Fund »Update» Mutual Fund Investment Considered Safe As Investors Offered Certain Rights

મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોની પાસે હોય છે અગત્યના અધિકારો, કરો ઉપયોગ મળશે ફાયદો

નવી દિલ્હીઃશેર માર્કેટમાં હાલમાં ભારે વોલેટિલીટી જોવા મળી રહી છે. તાજેતરમાં જ 24 ઓગસ્ટે સેન્સેક્સ પોતાના ઇતિહાસમાં ત્રીજો સૌથી મોટો ઘટાડો જોઇ ચૂક્યો છે. એવા સમયમાં માર્કેટમાં રોકાણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ જ સલામત માર્ગ છે. જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા જઇ રહ્યા હોય તો તમારા માટે આ જાણવું બહુ જરૂરી છે કે માર્કેટ રેગ્યુલેટર સેબી તમને ક્યા ક્યા અધિકારો આપે છે. જેનો ઉપયોગ તમારે કરવો અત્યંત જરૂરી છે. મનીભાસ્કર તમને બતાવી રહ્યું છે કે ફંડ રોકાણકારોને મળનારા અધિકારો.
 
સ્કીમ સાથે સંકળાયેલા ડોક્યુમેન્ટસ

કોઇ પણ મ્ચુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ પહેલા તમે ફંડ હાઉસ સાથે સંકળાયેલા ડોક્યુમેન્ટ માગી શકો છો. સેબી દ્વારા આ અધિકારો રોકાણકારોને આપવામાં વ્યા છે. તેમાં તમે સ્કીમ ઇન્ફર્મેશન ડોક્યુમેન્ટસ (એસઆઇડી), સ્ટેટમેન્ટ ઓફ એડિશનલ ઇન્ફર્મેશન (એસએઆઇ) અને કી ઇન્ફર્મેશન ડોક્યુમેન્ટ્સ (કીઆઇએમ)ની માગ કરી શકો છો. જો તમે કોઇ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં રોકાણ કર્યું અને તે સ્કીમમાં ફંડ હાઉસ કંઇક ચેન્જ કરે તો તેને તમને આ વિશે જાણકારી આપવી પડશે.
 
ડિસ્ટ્રીબ્યૂટર કમીશન /ફી

તમે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં સીધી રીતે અથવા ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યૂટર મારફતે રોકાણ કરી શકો છો. જો તમે રોકાણ તમે ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યૂટર મારફતે કર્યું હોય તો તમારી પાસે તે અધિકાર છે કે તમે ડિસ્ટ્રીબ્યૂટર પાસેથી લેવામાં આવતા કમીશન અથવા ફીની જાણકારી માગી શકો છો. જો તમને લાગે કે તમે જે સ્કીમમાં રોકાણ કરી રહ્યા છો અને તેની પર ડિસ્ટ્રીબ્યૂટર વધુ ચાર્જ કરી રહ્યો છે તો તમે કોઇ સર્ટીફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર પાસેથી સલાહ લઇ શકો છો.
 
આગળની સ્લાઇડમાં વાંચો સ્કીમ સાથે જોડાયેલા અપડેટ કેવી રીતે પ્રાપ્ત કરશો...
તસવીરોનો ઉપયોગ ફક્ત પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે.
(Mutual Fund Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mutual fund investment considered safe as investors offered certain rights
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.