• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Property »Update» Good Time To Buy Property For End Users, Developers Offers Huge Cash Discount For Fresh Booking

ઘર ખરીદવા માટે ગંભીર છો તો મળી શકે છે ૨૦% સુધી ડિસ્કાઉન્ટ

નવી દિલ્હીઃ જો આપ પ્રોપર્ટીની ઉંચી કિંમતોને લઇને લાંબા સમયથી ઘર ખરીદવાનો નિર્ણય ટાળી રહ્યા છો તો આપના માટે સારા સમાચાર છે. અનસોલ્ડ ઇન્વેન્ટ્રીની વધતી સંખ્યાના કારણે રોકડ સંકટથી જોડાયલા ડેવલપર્સ હવે વેચાણ વધારવા માટે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે. એટલે કે આપના માટે હાલના સમયમાં સસ્તી કિંમતે ઘરનું સપનું પૂર્ણ કરવા માટે યોગ્ય છે.
 
૧૦ થી ૨૦ ટકા સુધીની છૂટ
 
હાલમાં જ ૨બીએચકે ફ્લેટ નોઇડા એક્સટેન્શનમાં ખરીદનારા રમેશ અગ્રવાલે જણાવ્યું કે ૨૦૧૪ની જાન્યુઆરીમાં જે પ્રોપર્ટીની કિંમત ૩૪૦૦ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ હતી, તે પ્રોપર્ટી હાલ ૩૧૦૦ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના દરે ખરીદી છે. તેમણે જણાવ્યું કે બ્રોકર અને ડેવલપર સાથે ભાવતાલ કર્યો અને પછી ડેવલપર એકસ્ટ્રા ૧૦ ટકા છૂટ આપવા તૈયાર થઇ ગયા. ત્યાર બાદ મેં પ્રોપર્ટીની બુકિંગ કરાવ્યું. જો કે, અગ્રવાલે જણાવ્યું કે ડેવલપર આમ પણ ખરીદારને આ પ્રકારની ડીલ આપી રહ્યા છે જે પ્રોપર્ટી ખરીદવા માટે સીરિયસ છે.
 
નોઇડાના એક પ્રોપર્ટી ડીલરે જણાવ્યું કે ફ્લેટના ખરીદાર નહીં મળવા અને ઇન્વેન્ટ્રીની સંખ્યા વધવાના કારણે ડેવલપર્સ કેશ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે. આ ડિસ્કાઉન્ટ ૧૦ થી ૨૦ ટકા સુધી છે. એવામાં કોઇ ખરીદાર કેટલું ડિસ્કાઉન્ટ લઇ શકે છે તે તેના મોલભાવ પર નિર્ભર કરી રહ્યું છે.
 
આ અંગે કુશમેન એન્ડ વેકફીલ્ડના કાર્યકારી નિર્દેશક સ્વેતા જૈન (રેસિડેન્સીયલ)નું કહેવું છે કે હાલના સમયમાં ડેવલપર્સ ખરીદારોના અનુરોધને સાંભળી રહ્યા છે. જયાં સુધી કિંમત ઓછી થવાની વાત છે તો તે અલગ-અલગ માર્કેટમાં સપ્લાય અને ડિમાંડ અનુસાર છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો, કયાં કેટલી ઘટી પ્રોપર્ટીની કિંમત...
 
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે. 
(Property Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Good time to buy property for end users, Developers offers huge cash discount for fresh booking
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.