• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Property »Update» Penthouse, Luxurious Apartment To Be Constructed In Delhi At Rs 1.5 Cr

દિલ્હીમાં બનશે પેન્ટહાઉસથી લઇને આલીશાન એપાર્ટમેન્ટ, કિંમત ૧ થી ૧.૫ કરોડ

દિલ્હીમાં બનશે પેન્ટહાઉસથી લઇને આલીશાન એપાર્ટમેન્ટ, કિંમત ૧ થી ૧.૫ કરોડ
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીમાં વર્લ્ડ ક્લાસ એપાર્ટમેન્ટ અને પેન્ટહાઉસનું નિમાર્ણ કરવામાં આવશે. દિલ્હી વિકાસ ઓથોરિટી (ડીડીએ) દ્ધારકામાં આધુનિક સુવિધાઓથી યુક્ત ૧૪ પેન્ટ હાઉસ અને ૧૪૦૦ એચઆઇજી ફલેટનું નિર્માણ કરશે. પેન્ટહાઉસની કિંમત ૧.૫ કરોડ રૂપિયા અને એપાર્ટમેન્ટની કિંમત એક કરોડ રૂપિયાની નજીક હશે.
 
વર્લ્ડ ક્લાસ સુવિધાથી યુક્ત હશે પેન્ટહાઉસ
 
દોઢ કરોડની કિંમતના પેન્ટહાઉસમાં આધુનિક લાઇફ-સ્ટાઇલની બધી સુવિધા પૂરી પાડવામાં આવશે. જેમાં ચાર બેડરૂમ, ટેરેસ ગાર્ડન, મ્યૂઝિકલ ફાઉન્ટેન,સ્વિમિંગ પુલ ઉપરાંત અન્ય હાઇ ક્લાસ સુવિધા ઉપલબ્ધ હશે. ડીડીએના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે બધા પેન્ટહાઉસ વર્લ્ડ ક્લાસ સુવિધાઓથી સભર હશે.
 
દિલ્હીમાં કયાં હશે તેનું સરનામું
 
ડીડીએ દ્ધારા બનાવવામાં આવનાર બધા પેન્ટ હાઉસ દ્ધારકાના સેકટર ૧૯ બીમાં બનાવાશે. ડીડીએ અહીં ૧૧ ટાવરનું નિર્માણ કરશે. આ ૧૧ ટાવરમાં ૧૪૦૦ એચઆઇજી ફલેટનું નિમાર્ણ કરવામાં આવશે. આ ફ્લેટ્સની કિંમત અંદાજે એક કરોડ રૂપિયાની આસપાસ હશે. આ બધા ૧૧ ટાવરમાંથી ૭ની છત પર ૧૪ પેન્ટહાઉસનું નિર્માણ કરવામાં આવશે જેની કિંમત અંદાજે ૧.૫ કરોડ રૂપિયા હશે. આ પેન્ટહાઉસમાં ફેમિલી લોન્જ, લિવિંગ અને ડ્રોઇંગ રૂમ સહિત સર્વન્ટ ક્વાર્ટર પણ હશે. આ એરિયાને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે અહીં એડવેન્ચર પાર્ક અને ફાઇનાન્સિયલ હબ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે.
 
ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ પર થશે નિર્માણ
 
આલીશાન એપાર્ટમેન્ટ અને પેન્ટહાઉસનું નિર્માણ ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ પર કરાશે. આ બધા એપાર્ટમેન્ટ સોલાર એનર્જીનો ભરપુર ઉપયોગ કરવામાં આવશે. કિચન અને બાથરૂમમાં બે પ્રકારની પાણીની પાઇપ લાઇન હશે. એકમાં પીવા યોગ્ય અને બીજામાં અન્ય પાઇપથી વધારાના કામો માટે જલપૂર્તિ હશે. 
(Property Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Penthouse, luxurious apartment to be constructed in Delhi at Rs 1.5 cr
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.