• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Loans »Update» Bear In Mind Of Certain Credit Card Transactions Not Featuring EMIs

ક્રેડિટ કાર્ડઃ દેખા દેખીથી ન કરો ખરીદી, દરેક ટ્રાન્ઝેકશન પર EMI નથી આપતી બેન્ક

નવી દિલ્હીઃ નોકરીયાતો અને મધ્યમવર્ગીય પરિવારોમાં ટ્રાન્ઝેકશન માટે ક્રેડિટ કાર્ડના ઉપયોગનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. ઘણાં લોકો સુવિધા માટે પ્રોડક્ટ કે જરૂરીયાતોની અન્ય ચીજો ક્રેડિટ કાર્ડથી ઇએમઆઇ વિકલ્પની સુવિધા સાથે ખરીદે છે. આવા સંજોગોમાં ઘણાં લોકો એ બાબતથી અજાણ હોય છે કે તેમના દ્ધારા થયેલા દરેક ટ્રાન્ઝેકશનને ઇએમઆઇમાં નથી ફેરવી શકાતા. ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનારી મુખ્ય બેન્કોએ કેટલાક ટ્રાન્ઝેકશન્સને ઇએમઆઇની મર્યાદાથી બહાર રાખ્યા છે. જે અંગે જાણકારી પ્રાપ્ત કરવી અત્યંત જરૂરી છે. નહીં તો ઇએમઆઇના ભરોસે ખરીદી કર્યા પછી આપને મોટો ઝટકો લાગી શકે છે. આવો જાણી કે ક્રેડિટ કાર્ડ દ્ધારા ઇએમઆઇ વિકલ્પ પર જતાં પહેલા શું ધ્યાનમાં રાખવું.
 
ઇએમઆઇ માટે સ્વેપિંગના ૭૨ કલાક બાદ કરવો પડે છે બેન્કને ફોન
 
  • ગ્રાહક કોઇ પણ જગ્યાએ ક્રેડિટ લિમિટ મુજબ કાર્ડથી સ્વેપિંગ કરીને પ્રોડકટ ખરીદી શકે છે. સ્વેપિંગના સમયે સંબંધિત વેચનાર આપના કાર્ડથી પ્રોડકટની સંપૂર્ણ કિંમત વસૂલ કરે છે. જો કે, આપ ક્રેડિટ કાર્ડથી કરવામાં આવેલી ખરીદીની ચુકવણી એકસામટી ન કરીને ઇએમઆઇ વિકલ્પની સુવિધા આપે છે. આના માટે તમારે ખરીદીના ૭૨ કલાક બાદ સંબંધિત બેન્કનો સંપર્ક કરીને ટ્રાન્ઝેકશનને ઇએમઆઇમાં ફેરફાર કરવાનું હોય છે. આ ફોન આપ મહિનાના બિલ જનરેશનની તારીખથી પહેલા સુધી કરી શકો છો. ઉદાહરણ તરીકે આપે ૨ જુલાઇના રોજ ખરીદી કરી છે. આપનું બિલ ૨૨ જુલાઇએ જનરેટ થાય છે. એવામાં આપને ૨૨ જુલાઇ પહેલા બેન્કને ઇએમઆઇથી સૂચિત કરવાનું હોય છે.
  • આ ઉપરાંત જો આપે આપનું કાર્ડ રજિસ્ટર્ડ કર્યું છે. તો આપ ટ્રાન્ઝેકશન અપડેટ થયા બાદ ઓનલાઇન પણ ઇએમઆઇ કન્વર્ટ કરી શકો છો. ટ્રાન્ઝેકશનની પાસે ઇએમઆઇ કન્વર્ટનો ઓપ્શન જોવા મળશે. તેની પર ક્લિક કરતાંની સાથે જ આપ સંબંધિત ટ્રાન્ઝેકશનની પ્રોસેસિંગ ફીસ, ઇન્ટરેસ્ટ રેટ અને માસિક હપ્તાની જાણકારી પ્રાપ્ત કરી લેશે.
  • બેન્ક આપને ૩ મહિના, ૬ મહિના, ૯ મહિના અને ૧ વર્ષ સુધી ઇએમઆઇ વિકલ્પ આપે છે. ત્યાર બાદ આપ આપની ઇએમઆઇ પસંદ કરેલા વિકલ્પના હિસાબે ભરી શકો છો. ક્રેડિટ કાર્ડની સ્વેપિંગથી ખરીદવામાં આવેલા ઉત્પાદ પર આપને કેટલીક વધારાની ચુકવણી કરવી પડે છે. હેલ્પલાઇનથી સંપર્ક કરવા પર કે ઇએમઆઇ સુવિધા માટે બેન્ક આ સંબંધમાં આપને સંપૂર્ણ જાણકારી આપે છે.
  • આપ બેન્કના સંબંધિત પ્રતિનિધિ પાસેથી આ અંગે પૂછપરછ કરી લો. સારૂ એ રહેશે કે ટ્રાન્ઝેકશન પહેલા જ આપ જે પ્રોડકટ ખરીદવા જઇ રહ્યા છો તેના કુલ મુલ્ય ઉપરાંત આપને ઇએમઆઇની સુવિધા પ્રાપ્ત કરવામાં વધારાની કેટલી ચુકવણી કરવાની છે તેની જાણ થઇ શકે.
આગળની સ્લાઇડમાં જાણો ક્રેડિટ કાર્ડ દ્ધારા કયા ટ્રાન્ઝેકશન પર નથી બની શકતી આપની ઇએમઆઇ
(Loans Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bear in mind of certain credit card transactions not featuring EMIs
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.