• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Loans »Update» Take Low Interest Rate Loan Form Banks, These Ways Is Beneficial

ફકત અડધા કલાકમાં મળશે લોન, વ્યાજ પણ હશે ઓછું

નવી દિલ્હીઃ હાલમાં જ એક બેન્કે ફકત 10 સેકન્ડમાં પર્સનલ લોન આપવાની શરૂઆત કરી છે. જો આપ ફકત ઓછા સમયમાં ઉંચા વ્યાજ દરે પર્સનલ લોન લેવાની તૈયારી કરી રહ્યા છો તો આપની પાસે લોન લેવાના બીજા પણ ઘણાં વિકલ્પો છે. સૌથી પ્રથમ વિકલ્પ છે ગોલ્ડ લોન, જે ઝંઝટ વગર, કોઇ પણ દસ્તાવેજની પ્રક્રિયા વગર મળી જાય છે. પર્સનલ લોનથી સસ્તા દરે લોન મેળવવા માટે આપ ફિકસ્ડ ડિપોઝિટ, જીવન વીમા પોલિસી અને પ્રોપર્ટીને ગિરવે રાખી શકો છો. બેન્ક આપને તેના બદલે સરળતાથી લોન આપી દેશે.
 
ગોલ્ડના બદલે લોન
 
જો તમારે ઘરમાં ગોલ્ડ છે તો આપ તેની સામે લોન તત્કાળ લઇ શકો છો. જેના બે કારણ છે એક તો તેના પ્રોસેસિંગમાં સમય નથી લાગતો, મતલબ કે સોનાના બદલે આપને દરેક કલાકની અંદર લોન મળી શકે છે. તેના વ્યાજ દરો પણ ઓછા છે. સામાન્ય રીતે સોનાના બદલે લેવામાં આવતી લોનના વ્યાજ દરો 12-26 ટકાની વચ્ચે હોય છે. આના માટે ન તો સેલેરી સ્લીપની જરૂર હોય છે અને ન ક્રેડિટ રેકોર્ડની. બેન્ક ગોલ્ડ લોનનું પ્રોસેસિંગ કેટલાક કલાકોમાં કરી નાંખે છે જયારે એનબીએફસી કેટલીક મિનિટોમાં જ લોન આપવાની પ્રક્રિયા પૂરી કરી નાંખે છે.
 
ક્યાંથી લો ગોલ્ડ લોન
 
મોટાભાગે મોટી બેન્કો અને કેટલીક એનબીએફસી જેવી કે મૂથૂટ ફાઇનાન્સ, મણ્ણપુરમ ગોલ્ડ વગેરે સોનાના બદલે લોન ઉપલબ્ધ કરાવે છે. બેન્કોના વ્યાજ દરો અપેક્ષાકૃત ઓછા હોય છે. આ લોનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં નિયમિત રીતે માસિક હપ્તાની ચુકવણી કરવાની જરૂર નથી હોતી. આપ ઇચ્છો તો જેટલા સમયગાળા માટે લોન લીધી છે તેટલા સમયગાળા સુધીનું વ્યાજની ચુકવણી કરતાં રહો અને સમયગાળો સમાપ્ત થવાના સંજોગોમાં પૂરા નાણાં ચુકવીને ગોલ્ડ પાછું લઇ લો.
 
આગળની સ્લાઇડમાં વાંચો ફિકસ્ડ ડિપોઝિટ પર કેવી રીતે મળે છે લોન...
 
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે. 

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.