• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Retirement »Update» Process Is Going On About Online Settlement Of PF Claims Says Labour Minister

મોબાઇલ એપથી પણ ઉપાડી શકાશે પીએફ, EPFOના 4 કરોડ સભ્યોને થશે ફાયદો

નવી દિલ્હીઃ હવે ટૂંકસમયમાં તમે મોબાઇલ એપ દ્વારા પીએફના નાણાં ઉપાડી શકશો. કર્મચારી ભવિષ્ય સંગઠન (ઇપીએફઓ) ઝડપથી મોબાઇલ એપ `ઉમંગ' મારફત ક્લેમ સેટલમેન્ટ કરવાની તૈયારી કરી રહ્યું છે. શ્રમ પ્રધાન બંડારુ દતાત્રેયે સોમવારે લોકસભામાં જણાવ્યું કે ઇપીએફઓ પીએફ ક્લેમની અરજી ઓનલાઇન સ્વીકારવા માટે ઓનલાઇમ ક્લેમ સેટમેન્ટ પ્રોસેસ પણ ડેવલપ કરી રહ્યું છે. તેનાથી લગભગ 4 કરોડ સભ્યોને ફાયદો થશે. ન્યુ એજ ગવર્નન્સ માટે પ્રયત્ન...
 
- લેબર મિનિસ્ટર બંડારુ દતાત્રેયે જણાવ્યું કે ન્યુ એજ ગવર્નન્સ માટે એપ્લિકેશનને યુનિફાઇડ મોબાઇલ એપ સાથે જોડવામાં આવશે. જોકે, મોબાઇલ એપ્લિકેશન મારફત ક્લેમ સેટલમેન્ટ શરૂ કરવા માટે કોઇ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી.
- ઇપીએફઓને વર્ષે 1 કરોડ જેટલી અરજીઓ પીએફ ઉપાડવા, પેન્શન ફિક્સ કરવા કે ગ્રુપ ઇન્સ્યોરન્સ બેનિફિટ સેટલમેન્ટ માટે મળે છે. આ સેટલમેન્ટ અત્યારે મેન્યુઅલ થાય છે.
 
110 રીજનલ ઓફિસ સેન્ટ્રલ સર્વર સાથે જોડાઇ

- ઇપીએફઓના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, 123 ફીલ્ડ ઓફિસમાં 110 ઓફિસ પહેલાથી સેન્ટ્રલ સર્વર સાથે જોડાઇ ચૂકી છે. ઓનલાઇન ક્લેમ સેટલમેન્ટ કરવાની ફેસિલિટી શરૂ કરતા પહેલા તમામ ફીલ્ડ ઓફિસ સેન્ટ્રલ સર્વર સાથે કનેક્ટ થાય તે જરૂરી છે.
- ટેકનોલોજી અપગ્રેડ કરવા માટે નવી ટેકનિકલ કન્સલ્ટન્ટ
- લેબર મિનિસ્ટરે જણાવ્યું કે, ઇપીએફઓએ ટેકનોલોજી અપગ્રેડ કરવા માટે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કોમ્પ્યુટિંગ, પૂણેને ટેકનિકલ કન્સલ્ટન્ટ તરીકે જોડી છે.
- તે ઉપરાંત ઇપીએફઓ પોતાના ત્રણ સેન્ટ્રલ ડેટા સેન્ટર્સ દિલ્હી, ગુડગાંવ અને સિકંદરાબાદમાં લેટેસ્ટ ઇક્વિપમેન્ટ લગાવી રહ્યું છે.
 
ત્રણ કલાકમાં પીએફ ક્લેમ સેટલમેન્ટ કરવાનો ટાર્ગેટ

- તેની પહેલા સેન્ટ્રલ પીએફ કમિશ્નરે જણાવ્યું હતું કે ઇપીએફઓ મેથી ઓનલાઇન ક્લેમ સેટલમેન્ટ સર્વિસ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.
- ઇપીએફઓનું ટાર્ગેટ સભ્યોને ઓનલાઇન એપ્લાય કરીને 3 કલાકની અંદર ક્લેમ સેટલમેન્ટ કરવાનું છે.
(Retirement Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: process is going on about online settlement of PF claims says labour Minister
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.