• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Retirement »Update» Government Plans Basic Pay Structure In Private Sector Be Decide By EPFO

બેઝિક સેલેરી નક્કી કરવામાં કંપનીઓની મનમાની નહિ ચાલે, વધી જશે તમારો PF ફાળો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓની સેલેરી નક્કી કરવામાં કંપનીઓની મનમાની પર લગામ લગાવી શકે છે. તે માટે સરકાર ગ્રોસ સેલેરીની એક લઘુતમ ટકાવારી નક્કી કરવા પર વિચાર કરી રહી છે. તેનાથી કંપનીઓને અનિવાર્ય રીતે બેઝિક પ્લસ ડીએ પર માનવું પડશે. તેના પગલે કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ (પીએફ) કન્ટ્રીબ્યુશન વધી જશે. જોકે, તેનાથી ટેક હોમ સેલેરી થોડી ઘટશે.
 
મનસ્વી રીતે બેઝિક પ્લસ ડીએ નક્કી કરી રહી છે કંપનીઓ
 
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ના નિર્ણય કરનારી સર્વોચ્ચ બોડી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (સીબીટી)ના સભ્ય અને હિંદ મજદૂર સભાના સેક્રેટરી એ ડી નાગપાલે સીબીટીની સબ કમિટીની બેઠકમાં કંપનીઓ દ્વારા સેલેરીને ભથ્થાઓમાં વહેંચવાનો મુદ્દો ઊઠાવ્યો હતો. તેમમે કહ્યું કે કેટલીક કંપનીઓ ગ્રોસ સેલેરીના માત્ર 10થી 20 ટકા બેઝિક સેલેરી અને ડીએ તરીકે બતાવે છે. એ ડી નાગપાલે મનીભાસ્કર સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી હતી.
 
મિનિમમ બેઝિક પ્લસ ડીએ નક્કી કરવાનો પ્રસ્તાવ

સીબીટી સબ કમિટીની બેઠકમાં સભ્યોએ ભલામણ કરી છે કે કંપનીઓની મનમાની પર નિયંત્રણ લગાવવા માટે ઇપીએફઓએ ગ્રોસ સેલેરીની મિનિમમ ટકાવારી નક્કી કરવી જોઇએ જેથી કંપનીઓ માટે બેઝિક સેલેરી અને ડીએને માનવું અનિવાર્ય બને. 
 
આગામી સીબીટીની બેઠકમાં ઉપસ્થિત થશે મુદ્દો
 
બેઠકમાં હાજર એમ્પ્લોયરના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આ એક ગંભીર મુદ્દો છે અને તેની દૂરોગામી અસર પડશે. તેથી આ મુદ્દે સીબીટીની આગામી બેઠકમાં વિચાર કરવામાં આવશે.
 
4 કરોડથી અધિક કર્મચારીઓને થશે ફાયદો
 
ઇપીએફઓ જો મિનિમમ બેઝિક સેલેરી અને ડીએ નક્કી કરવાનો નિર્ણય કરે તો તેનાથી લગભગ 4 કરોડથી વધુ કર્મચારીઓને ફાયદો થશે અને આ કર્મચારીઓનું પીએફ કન્ટ્રીબ્યુશન વધી જશે.
 
ગ્રોસ સેલેરી પર નથી કપાતો પીએફ

ખાનગી સેક્ટરની કંપનીઓ ગ્રોસ સેલેરી પર પીએફ નથી કાપતી પણ બેઝિક સેલેરી અને ડીએ પર પીએફ કાપે છે. તેનાથી કર્મચારીઓનો ટેક હોમ સેલેરી વધી જાય છે, પરંતુ તેમનું પીએફ કન્ટ્રીબ્યુશન ઘટી જાય છે. તેના કારણે તેમના પીએફમાં એટલી રકમ જમા નથી થઇ શકતી જે રીટાયર્મેન્ટ પછી તેમની જરૂરીયાતોને પૂરી કરી શકે.
 
આગળની સ્લાઇડમાં જાણો, કેમ પૂરો નથી થઇ રહ્યો ઇપીએફનો હેતુ....
(Retirement Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: government plans basic pay structure in private sector be decide by EPFO
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.