• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Retirement »Step To Step Guide» Get Crore Rupees Amount At Retirement By Regular Contribution In PF Account

PF એકાઉન્ટ પણ બનાવશે કરોડપતિ, દર મહિને જમા કરો આટલી રકમ

પ્રોવિડન્ટ ફંડ (પીએફ) મારફત તમારા પગારમાંથી દર મહિને થોડીક રકમ જમા થાય છે, જે નિવૃત્તિ પછી તમારી જરૂરીયાતોને પૂરી કરવા માટે આવશ્યક ભંડોળ બનાવવા માટે હોય છે. આ નાનકડી રકમ તમે નિવૃત્ત થાવ ત્યારે ઘણી મોટી રકમ સ્વરૂપે તમારા હાથમાં આવે છે. થોડુંક પ્લાનિંગ અને કાળજી રાખવામાં આવે તો તમારું પીએફ એકાઉન્ટ રીટાયર થાવ ત્યારે તમને કરોડપતિ બનાવી શકે છે. હા, આ હકીકત ખરેખર સાચી પુરવાર થઇ શકે છે. 
 
અમે અહીં થોડીક ગણતરી મારફત બતાવીશું કે નિયમિત દર મહિને કેટલી રકમના ફાળાથી તમે નિવૃત્ત થાવ ત્યારે તમારા પાસે કરોડ રૂપિયાની રકમ આવી શકે.
 
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ના સભ્યો માટે છે આ કેલ્ક્યુલેશન
 
આ ગણતરી ઇપીએફઓના સભ્યો માટે છે. ઇપીએફઓ પોતાના સભ્યોના પ્રોવિડન્ટ ફંડ (પીએફ)નું સંચાલન કરે છે. હાલમાં ઇપીએફઓના એક્ટિવ મેમ્બર્સની સંખ્યા લગભગ 4 કરોડ છે. 
 
5000 રૂપિયાના કન્ટ્રિબ્યુશન પર રીટાયરમેન્ટ ફંડ
 
BankBazaarના સીઇઓ આદિલ શેટ્ટીના જણાવ્યા અનુસાર, દર મહિને 5000 રૂપિયાના પીએફ કન્ટ્રિબ્યુશન પર તમારું રીટાયરમેન્ટ ફંડ રૂ.85.7 લાખ રૂપિયા થઇ જશે.
 
 
હાલની ઉંમર30 વર્ષ
રીટાયરમેન્ટની ઉંમર60 વર્ષ
રોકાણનો સમયગાળો30 વર્ષ
પીએફ કન્ટ્રિબ્યુશન5,000 રૂપિયા
ઇપીએફ પર હાલ વળતર8.65 ટકા
રીટાયરમેન્ટ ફંડ85.7 લાખ રૂપિયા
  
  
આગળની સ્લાઇડમાં વાંચો- રૂ.7,500 પીએફ કન્ટ્રિબ્યુશન પર કેટલું મળશે રીટાયરમેન્ટ ફંડ
(Retirement Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Get crore rupees amount at retirement by regular contribution in PF account
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.