• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Retirement »Update» Finance Ministry Gives Green Signal To Interest Rate Of 8.65 Per Cernt On PF

EPF પર 8.65% વ્યાજ દર આપવા કેન્દ્રી મંજૂરી, PF એકાઉન્ટમાં જમા થશે વ્યાજ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ) હેઠળ નાણાકીય વર્ષ 2016-17 માટે પીપીએફ ડિપોઝિટ પર 8.65% વ્યાજ દરને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારની મંજૂરી પછી હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) પોતાના આશરે 4 કરોડ પીએફ એકાઉન્ટ હોલ્ડર્સના ખાતામાં વ્યાજ જમા કરશે.
 
ઇપીએફઓએ ફીલ્ડ ઓફિસને આપ્યો નિર્દેશ

- ઇપીએફઓના એક સીનિયર અધિકારીના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા પછી ઇપીએફઓએ પોતાની તમામ ફીલ્ડ ઓફિસને પીએફ એકાઉન્ટમાં 8.65 ટકા વ્યાજ જમા કરવા જણાવ્યું છે.
- તેની પહેલા લેબર મિનિસ્ટર બંડારુ દતાત્રેયે જણાવ્યું હતું કે, `નાણા મંત્રાલય 8,65 ટકા વ્યાજ દર માટે તૈયાર થઇ ગયું છે. હવે અમે આ અંગે ઝડપથી નોટિફિકેશન ઇશ્યુ કરીશું અને પીએફ ખાતાધારકોના ખાતામાં વ્યાજ દર જમા કરીશું.'
 
ડિસેમ્બરમાં જાહેર થયો હતો વ્યાજ દર

- ઇપીએફઓ અંગે નિર્ણય કરનારી ટોચની બોડી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (સીબીટી)એ ગયા વર્ષે ડિસેમ્બરમાં ઇપીએફ પર 8.65 ટકા વ્યાજ દર ડિક્લેર કર્યું હતું. જોકે, ગયા નાણાકીય વર્ષ કરતા તે ઓછું છે.
- સીબીટી પીએફ ફંડમાંથી ઇન્વેસ્ટ કરવામાં આવેલી રકમ પર મળતા વળતરના આધાર પર વ્યાજ દર જાહેર કરે છે.
 
ઇપીએફઓ પાસે ફાજલ છે રૂ.60,000 કરોડ

- સભ્યને પીએફ ડિપોઝિટ પર 8.65 ટકા વ્યાજ આપ્યા પછી પણ ઇપીએફઓ પાસે 160 કરોડ રૂપિયા ફાજલ છે. જો ઇપીએફઓ 160 કરોડ રૂપિયાનો ઉપયોગ કરે તો સભ્યોને 8.8 ટકા સુધી વ્યાજ આપી શકાય.
 
શેરબજારમાં ઇપીએફઓએ કર્યું છે રૂ.18,000 કરોડનું રોકાણ
 
- ઇપીએફઓએ શેરબજારમાં આશરે રૂ.18,000 કરોડનું રોકાણ કર્યું છે. ગયા વર્ષે આ રકમ પર ઇપીએફઓને આશરે 13 ટકા વળતર મળ્યું છે. ઇપીએફઓ શેરબજારમાં રોકાણની મર્યાદા જે હાલ 10 ટકા છે તેને વધારીને 15 ટકા કરવા વિચારે છે.
(Retirement Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Finance Ministry gives green signal to interest rate of 8.65 per cernt on PF
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.