• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Retirement »Update» EPFO Plan To Start Aathaar Linked Withdrawal Facility From Next March

આધાર મારફત ઓનલાઇન ઉપાડી શકાશે PF, આવતા વર્ષે માર્ચથી મળશે આ સુવિધા

નવી દિલ્હીઃઆગામી ટૂંકસમયમાં તમે આધાર મારફત ઓનલાઇન પીએફના નાણા ઉપાડી શકશો. ઇપીએફઓએ આગામી વર્ષના માર્ચથી આ સુવિધા શરૂ કરવાની યોજના કરી છે. ઇપીએફઓ પોતાના ચાર કરોડથી વધારે સબસ્ક્રાઇબર્સ માટે પીએફ વિડ્રોઅલ સહિત અનેક નવી ઓનલાઇન સેવાઓ શરૂ કરવાનું છે. ઇપીએફઓ સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશ્નર વીપી જોયે શુક્રવારે એક કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી.
 
2.5 કરોડ સભ્યોને આધાર સાથે જોડાશે

પીએચડીસીસીઆઇ તરફથી સોશ્યલ સિક્યોરિટી પર આયોજિત પરિષદમાં બોલતા જોયે જણાવ્યું કે હાલમાં 1.5 કરોડથી વધારે ઇપીએફઓ સબસ્ક્રાઇબર્સ આધાર કાર્ડથી જોડાયેલા છે. હવે ઇપીએફઓ સામે અન્ય 2.5 કરોડ સબસ્ક્રાઇબર્સને આ સુવિધા સાથે જોડવાનો પડકાર છે.
તેમણે જણાવ્યું કે ઇપીએફઓ તરફથી એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે 31 માર્ચ, 2017 સુધી આધાર મારફત ઓનલાઇન પીપીએફ વિડ્રોઅલ અને અન્ય ઓનલાઇન સેવાઓ એક્ટિવ થઇ જાય.
 
આગામી બે મહિનામાં કાર્યરત બનશે સેન્ટ્રલ સર્વર

ઇપીએફઓના અન્ય એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઇપીએફઓ સેન્ટ્રલ ડેટા સર્વરને 120 રિજનલ ઓફિસો માટે આગામી બે માસમાં કાર્યરત કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે એકવારક સેન્ટ્રલ જેટા સેન્ટર કાર્યરત બની જશે પછી ઓનલાઇન પીએફ વિડ્રોઅલ જેવી સુવિધાઓનું ટેસ્ટિંગ શરૂ કરી દેવાશે. ઇપીએફઓ તરફથી ઓનલાઇન પીએફ ખાતુ ટ્રાન્સફર કરવાની સુવિધા અગાઉથી ઉપલબ્ધ કરવામાં આવેલી છે. નોકરી બદલનારા લોકોને આ સુવિધા મળે છે.
 
કોમ્પ્યુટરાઇઝ્ડ થઇ ગયું છે ઇપીએફઓનું કામ
 
કોન્ફરન્સમાં જોયે જણાવ્યું કે 2011 સુધી ઇપીએફઓનું કામ મોટા ભાગે મેન્યુઅલથી થતું હતું. એવી સ્થિતિમાં સબસ્ક્રાઇબર્સને પીએફ સંબંધિત ટ્રાન્ઝેક્શન કરતી વખતે મુશ્કેલીઓ પડતી હતી. પરંતુ 2011 પછી ઇપીએફઓએ ટેકનોલોજીની મદદથી પીએફને લગતા કામને કોમ્યુટરાઇઝ કરવાનું શરૂ કરી દીધું અને હવે આ એક્સરસાઇઝ પીએફ વિડ્રોઅલ સહિત અન્ય સુવિધાઓ માટે પૂરી થઇ ચૂકી છે.
 
જોયે જણાવ્યું કે આધાર મારફત ઓનલાઇન વિડ્રોઅલ સુવિધા શરૂ થયા પછી સબસ્ક્રાઇબર્સને ટ્રાન્ઝેક્શન કરવામાં કોઇ મુશ્કેલી નહિ થાય.
 
આગળ વાંચો, ઇનઓપરેટિવ એકાઉન્ટ્સ માટે શું છે સુવિધા...
 
(Retirement Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: EPFO plan to start Aathaar linked withdrawal facility from next March
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.