• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Retirement »Update» EPFO Considers To Raise Limit Of Equity Investment To 15 Per Cent

EPFO શેરબજારમાં રોકાણ વધારીને 15% કરવા આતુર, 30 માર્ચે નિર્ણયની શક્યતા

EPFO શેરબજારમાં રોકાણ વધારીને 15% કરવા આતુર, 30 માર્ચે નિર્ણયની શક્યતા
અમદાવાદઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઇપીએફઓ સારા વળતર માટે શેરબજારમાં રોકાણ વધારવા પર વિચાર કરી રહ્યું છે. આ માટે નાણાકીય વર્ષ 2017-18 (એપ્રિલ-માર્ચ)ના સમયગાળામાં પીએફ ભંડોળના 15 ટકા સુધી શેરબજારમાં રોકાણ કરી શકાય છે. 30 માર્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે. હાલના સમયમાં ઇપીએફઓએ કુલ પીએફ ભંડોળના 10 ટકા શેરબજારમાં રોકાણ કરેલું છે.
 
શેરબજારમાંથી મળી રહ્યું છે 13.3 ટકા વાર્ષિક વળતર
 
શ્રમ પ્રધાન બંડારુ દત્તાત્રેયે જણાવ્યું કે અત્યાર સુધીમાં શેરબજારમાંથી કોઇ જોખમ વિના સારું વળતર મળ્યું છે. હાલના સમયમાં શેરબજારમાંથી ઇપીએફઓને 13.3 ટકા વાર્ષિક વળતર મળી રહ્યું છે. તેથી રોકાણની મર્યાદા વધારવી સારી છે.
 
ફાઇનાન્સ મિનિસ્ટ્રીથી મળી ચૂકી છે મંજૂરી

લેબર મિનિસ્ટ્રીએ જણાવ્યું કે અમને શેરબજારમાં રોકાણની મર્યાદા વધારવા ફાઇનાન્સ મિનિસ્ટ્રી તરફથી પહેલાથી મંજૂરી મળી ચૂકી છે.
 
શેરબજારમાં પીએફ ફંડમાંથી રૂ.1800 કરોડનું રાકોણ
 
2016-17માં ઇપીએફઓએ શેરબજારમાં કુલ રૂ.147 અબજનું રોકાણ કર્યું છે. ઇપીએફઓએ અત્યાર સુધીમાં કુલ રૂ.180 અબજ રોક્યા છે.
(Retirement Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: EPFO considers to raise limit of equity investment to 15 per cent
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.