• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Retirement »Update» Cabinet Okays Senior Citizen Pension Scheme Of 8 Per Cent Guranted Return

નવી પેન્શન સ્કીમમાં મળશે 8 ટકા ગેરેન્ટેડ વળતર, કેબિનેટે આપી મંજૂરી

નવી પેન્શન સ્કીમમાં મળશે 8 ટકા ગેરેન્ટેડ વળતર, કેબિનેટે આપી મંજૂરી
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકો માટે વરિષ્ઠ પેન્શન યોજના નામની પેન્શન સ્કીમને મંજૂરી આપી છે. આ સ્કીમ હેઠળ વીમા કંપની એલઆઇસી 10 વર્ષ માટે 8 ટકા ગેરન્ટેડ વળતર આપશે. આ સ્કીમ સામાજિક સુરક્ષા અને નાણાકીય સમાવેશન કાર્યક્રમને ઉત્તેજન આપવાના પ્રયાસોનો એક ભાગ છે.
 
મળશે અસ્યોર્ડ પેન્શન

સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, આ સ્કીમ 10 વર્ષ માટે 8 ટકા ગેરેન્ટેડ રીટર્નના આધાર પર એસ્યોર્ડ પેન્શન આપશે. આ સ્કીમમાં માસિક, ત્રિમાસિક, છ માસિક કે વાર્ષિક પેન્શન લેવાનો પણ વિકલ્પ હશે.
 
એલઆઇસી લાગુ કરશે સ્કીમ
 
હાલના નાણાકીય વર્ષમાં આ સ્કીમ લાઇફ ઇન્સ્યોરન્સ ઓફ ઇન્ડિયા લાગુ કરશે. આ સ્કીમ વરિષ્ઠ નાગરિકોને સામાજિક સુરક્ષા આપવા માટે છે. આ ઉપરાંત આ સ્કીમ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને માર્કેટની અનિશ્ચિત સ્થિતિના કારણે વ્યાજ દરમાં ઘટાડા સામે પણ સુરક્ષા આપશે.
 
સરકાર આપશે સબસિડી

સ્કીમ હેઠળ એલઆઇસીને જે રીટર્ન મળશે અને 8 ટકાના એસ્યોર્ડ રીટર્ન વચ્ચે જે તફાવત હશે તેને ભરપાઇ કરવા માટે સરકાર વાર્ષિક સબસિડી આપશે. સીનિયર સિટિજન્સ સ્કીમ લોન્ચ થયાની તારીખથી આગામી એક વર્ષ સુધી તેમાં રોકાણ કરી શકાશે.
(Retirement Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: cabinet okays senior citizen pension scheme of 8 per cent guranted return
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.