• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Property »Update» Top 3 Properties Of Ambani Family In India Including Mumbai Gujarat

Photos: મુંબઇ-ગુજરાતમાં આ છે મુકેશ અને અનિલ અંબાણીનાં ભવ્ય ઘરો

અમદાવાદઃ જયારે પણ દેશમાં ધનવાન લોકોનું નામ લેવાય છે તો સૌથી પહેલું નામ અંબાણી બંધુઓનું આવે છે. વળી, અંબાણી ફેમિલીની વાત આવે એટલે લોકોના મનમાં સ્વાભાવિક રીતે જ દેશના સૌથી ધનવાન ભાઇઓ અને તેમના આલીશાન ઘરની તસવીર જ નજરે પડે. અનિલ અને મુકેશ અંબાણીને ભવ્ય મકાનોમાં રહેવાનો શોખ છે. મુકેશ અંબાણી પાસે એન્ટિલિયા છે તો અનિલ અંબાણીનાં ભવ્ય મહેલનું નામ છે સી વિન્ડ. રવિવારે અનિલ અંબાણીનો જન્મદિવસ છે ત્યારે આપણે વાત કરીશું બન્ને ભાઇઓના મકાનો  વિશે...
 
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું પેડર રોડ પર આવેલું એન્ટિલિયા ભારતનું પ્રથમ જયારે વિશ્વનું બીજા નંબરનું સૌથી મોંઘુ ઘર છે. દેશના સૌથી મોંઘા ઘરોમાં મુકેશ અંબાણીનું એન્ટિલિયા છે. જેની અંદાજીત કિંમત 6700 કરોડ રૂપિયા છે. બીજી તરફ અનિલ અંબાણી પણ આ રેસમાં પાછળ નથી. તેમની પાસે પણ મુંબઇમાં સી વિન્ડ છે. જેની વેલ્યૂ અંદાજે 5000 કરોડ રૂપિયા છે.
 
પરંતુ આ બે મકાનો સિવાય પણ ગુજરાતમાં ચોરવાડમાં ધીરૂભાઇ અંબાણીનો ડેલો છે જેને ધીરૂભાઇ મેમોરિયલ હાઉસમાં ફેરવી દેવામાં આવ્યો છે. વર્ષો પહેલા આ જ ઘરમાં ધીરૂભાઇનું કુટુંબ રહેતું હતું. અનિલ અને મુકેશ અંબાણીની પણ આ ઘર સાથે યાદો જોડાયેલી છે.
 
આજે અમે આ ત્રણેય ઘરોના કેટલાક ઉત્તમ ફોટોઝ આપને બતાવી રહ્યા છીએ...
(Property Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top 3 Properties Of Ambani Family In India Including mumbai Gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.