• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Property »Update» Lavish Farmhouse Of Actor Salman Khan Will Give You Serious Money Goals

આવુ દેખાય છે સલમાનનું 500 કરોડનું ફાર્મહાઉસ, થાય છે ફિલ્મોના શૂટિંગ

મુંબઇઃ  સલમાન ખાનની ટ્યુબલાઇટ ઇદ પર રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ બાહુબલી 2નો રેકોર્ડ તોડશે કે નહીં તેની ચર્ચાઓ થઇ રહી છે. જો કે આજે આપણે વાત ફિલ્મના રેકોર્ડની નહીં પરંતુ સલમાન ખાનની લાઇફ સ્ટાઇલની કરીશું. સલમાન ખાનને ગેલેક્સી એપાર્ટમેન્ટની સાથે જ તેના ફાર્મહાઉસ સાથે ઘણો જ લગાવ છે. પનવેલમાં 150 એકરમાં ફેલાયેલું છે સલમાન ખાનનું ફાર્મ હાઉસ. જ્યાં અનેક ફિલ્મોના શૂટિંગ પણ થયા છે. આ ફાર્મહાઉસની અંદાજીત કિંમત 500 કરોડ રૂપિયા છે. 
 
પનવેલ સ્થિત સલમાનનું ફાર્મહાઉસ પાર્ટીઝ અને અન્ય સોશ્યલ ઇવેન્ટ્સ માટે અવાર-નવાર ચર્ચામાં રહે છે. સલમાનની સુપરહિટ ફિલ્મ બજરંગી ભાઇજાનના કેટલાક સીન્સ પણ અહીં શૂટ થયા છે. સુલ્તાન માટે ટ્રેનિંગ તેમણે આ જગ્યાએ જ લીધી હતી. પનવેલ, નવી મુંબઇ સ્થિત સલમાનના આ ફાર્મ હાઉસનું નામ અર્પિતા ફાર્મ્સ છે. જે તેમની નાની બહેનના નામ પર છે, જે લગભગ 150 એકરમાં ફેલાયેલું છે. પનવેલ વિસ્તારમાં જમીનનો ભાવ 700થી 750ની આસપાસ ચાલી રહ્યો છે તે જોતાં આ ફાર્મ હાઉસની અંદાજીત કિંમત 450થી 500 કરોડ રૂપિયાની આસપાસ આંકી શકાય. 
 
શું છે ખાસ...
 
અર્પિતા ફાર્મ્સના એન્ટ્રન્સ બોર્ડ પર લખ્યું છે, "A bird in bush is better than two on the plate." આમ તો, સલમાનને બાઇકિંગ અને હોર્સ રાઇડિંગ ઘણું જ પસંદ છે. ફાર્મ હાઉસમાં પાલતુ જાનવરો (ખાસ કરીને ઘોડાઓ) ની સંભાળ માટે મોટો વિસ્તાર બનાવાયો છે. અવારનવાર સલમાન, તેની ગર્લફ્રેન્ડ લૂલિયા વંતૂર અને અન્ય મહેમાનોને અહીં હોર્સ રાઇડિંગનો આનંદ માણતા જોઇ શકાય છે. સલમાન અહીં બાઇક રાઇડિંગની સાથે ATV ગાડી પણ ચલાવવાનું પસંદ કરે છે. ફાર્મા હાઉસમાં જીમ પણ છે. અહીં સ્વિમિંગ એરિયા સુંદર રીતે સજાવાયું છે.
 
આગળની સ્લાઇડમાં જોઇ શકો છો, સલમાનના અર્પિતા ફાર્મ્સનીInside Photos...
(Property Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Lavish Farmhouse of actor Salman Khan Will Give You Serious Money Goals
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.