• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Property »Update» Real Estate Act Will Come Into Force Today

રિયલ એસ્ટેટ એક્ટ લાગુ, સમયસર પઝેશન ન આપનાર બિલ્ડર જશે જેલમાં

નવી દિલ્હીઃ રિયલએસ્ટેટ રેગ્યુલેશન એક્ટ આજથી લાગુ થઇ રહ્યો છે. તેમાં ગ્રાહકોના અધિકારોની રક્ષા માટે કેટલીક જોગવાઇ છે. ઓથોરિટી કેન્દ્ર સરકારના મોડલ કાયદા મુજબ નિયમ બનાવશે. ગ્રાહકોએ ઓથોરિટી પાસે ફરિયાદ કરવી પડશે પરંતુ અત્યાર સુધી ફક્ત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નિયમ નોટિફાઇ કર્યા છે.
પાંચ વર્ષ સુધીમાં બિલ્ડિંગમાં કોઇ ખામી સામે આવશે તો બિલ્ડર જવાબદાર રહેશે. એપાર્ટમેન્ટ અથવા ઘરના વેચાણના પાંચ વર્ષ સુધીમાં ઈમારતના માળખામાં અથવા અન્ય કોઈ ખામી સામે આવશે તો ડેવલપર 30 દિવસમાં તેનું સમારકામ કરાવશે. અન્યથા તે ખરીદદારને વળતર આપશે. પ્રોજેક્ટ માટે ખરીદદારો પાસેથી લીધેલી રકમના 70 ટકા અલગ એકાઉન્ટમાં રાખવા પડશે.
 
આજથી રાજ્યોમાં લાગુ
 
ઉત્તરપ્રદેશ,ગુજરાત, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને બિહાર. આવાસ મંત્રાલય અંદામાન નિકોબાર, ચંદીગઢ, દાદરા નગર હવેલી, દમણ દીવ અને લક્ષદ્વીપ માટે નિયમ નોટિફાઇ કર્યો છે. શહેરી વિકાસ મંત્રાલયે દિલ્હીના નિયમોને અધિસૂચિત કર્યો છે.
 
ઓથોરિટી પાસે હોય તે પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન જરૂરી
  • ઓછામાં ઓછી 500 વર્ગ મીટર જમીન પર બનાવેલાં 8 એપોર્ટમેન્ટ વાળા પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન જરૂરી હશે. પછી તે રહેણાક હોય અથવા કોમર્શિયલ.
  • રજિસ્ટ્રેશન કરાવવા પર પ્રોજેક્ટના ખર્ચના 10 ટકા સુધી પેનલ્ટી લાગશે. ફરીથી એવું કરવા પર ડેવલોપરને જેલ થઇ શકે છે.
  • જે પ્રોજેક્ટને અત્યારે કમ્પ્લીશન સર્ટિફિકેટ મળ્યું નથી તેના 3 મહિનાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે એટલે કે જુલાઇ સુધી.
  • રજિસ્ટ્રેશન પછી ડેવલોપર જાહેરાત આપી શકે છે. રિયલ એસ્ટેટ એજન્ટો માટે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.
ગ્રાહક,ડેવલોપર બંને પર દંડના વ્યાજ દર એક સમાન
  • પ્રોજેક્ટમાં નક્કી સમયમાં મોડું થવા પર ડેવલોપર પર જે વ્યાજ દરથી દંડ લાગશે, તે દંડ મોડા પેમેન્ટ કરનાર ગ્રાહક પર પણ લાગુ થશે. ડેવલોપરને રેગ્યુલેટરની વેબસાઇટ પર પ્રોજેક્ટની વિસ્તૃત જાણકારી આપવાની રહેશે. તેને દર ત્રણ મહિનામાં અપડેટ પણ કરવાની રહેશે. ગ્રાહકને ઓથોરિટી પાસે ફરિયાદ કરવાની રહેશે.
  • અપીલેટ ટ્રિબ્યુનલ અને રેગ્યુલેટરી ઓથોરિટીના આદેશનું ઉલ્લંઘન કરવા પર ડેવલોપરને ત્રણ વર્ષ સુધી જેલ થઇ શકે છે. એજન્ટ અને ગ્રાહક માટે એક વર્ષની જેલની જોગવાઇ છે. 
(Property Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Real estate Act will come into force today
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.