• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Property »Update» High Level Committee Suggest To Govt To Cut Power Of Local Bodies

નિગમોના અધિકારીઓ પર ચાલશે કાતર, પ્રોફેશનલ્સને મળી શકે છે શહેરોના વિકાસની જવાબદારી

નવી દિલ્હીઃ સ્માર્ટ સિટીઝની જેમ દેશના બધા શહેરોના વિકાસની જવાબદારી લિમિટેડ કંપનીઓ (એસપીવી) ને સોંપી શકાય છે. કેન્દ્રીય સચિવોની એક હાઇલેવલ કમિટીએ આ ભલામણ કરી હતી, જેની પર સરકાર વિચાર કરી રહી છે. નીતિ આયોગમાં આને લઇને ચર્ચા વિચારણા ચાલી રહી છે.
 
શું છે ભલામણ
 
મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટના સુત્રોના જણાવ્યા અનુસાર હાલમાં જ કેન્દ્રીય સચિવોની એક હાઇલેવલ કમિટીએ રિપોર્ટ સોંપ્યો છે, જેમાં કહેવાયું છે કે શહેરોના વિકાસની યોજનાઓ એટલા માટે સફળ નથી થતી કારણ કે શહેરોમાં અલગ અલગ એજન્સીઓ કામ કરે છે. જેમાં સમન્વય નથી હોતો. આ કારણથી શહેરોમાં કેન્દ્ર તેમજ રાજય સરકારોની યોજનાઓનો લાભ નથી મળી શકતો. સાથે જ લોકો નિરાશ છે.
 
સ્માર્ટ સિટી મિશન એક ઉદાહરણ
 
સરકાર સ્માર્ટ સિટી મિશન હેઠળ પસંદ કરાયેલા પ્રોજેક્ટ્સ માટે એક ખાસ એસવીપી બનાવી છે. એસપીવીને કંપની એક્ટ હેઠળ લિમિટેડ કંપનીનો દરજ્જો પ્રાપ્ત છે. કમિટીએ એસપીવીને આ કોન્સેપ્ટને શ્રેષ્ઠ ગણાવતા કહ્યું કે આ એક સારો પ્રયાસ છે. કારણ કે આનાથી બધા પ્રોજેક્ટ એક જ કંપનીને પૂરા કરવાના છે, તેને અલગ અલગ એજન્સીથી કામ નહીં કરાવવું પડે. આ પ્રયોગ શહેરોમાં થનારા પ્રોજેક્ટ્સ પર પણ કરવામાં આવશે.
 
મિનિસ્ટ્રી કરી રહી છે વિચાર
 
અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીએ હાઇલેવલ કમિટીની આ ભલામણો પર વિચાર વિમર્શ શરૂ કરી દીધો છે. જો કે અર્બન લોકલ બોડી આનો વિરોધ કરી શકે છે. જેથી કાયદાનો સહારો લેવો પડશે.
 
પ્રોફેશનલ આઇડિયા વધશે
 
કમિટીની ભલામણોમાં કહેવાયું છે કે જો દરેક શહેરમાં એસપીવીની રચના કરાય તો તેનાથી સરકારી કામોમાં પ્રોફેશનલ વિચારો આવશે. જે શહેરની સાથે સાથે પ્રદેશ અને દેશ માટે પણ સારા હશે. 
(Property Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: High Level Committee Suggest To Govt To Cut Power Of Local Bodies
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.