• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Property »Update» Check Out The Indias Costliest Addresses And Its Wealthy Residents

અહીં રહે છે દેશના ટોચના ઉદ્યોગપતિ, કરોડોમાં છે પ્રોપર્ટીની કિંમત

નવી દિલ્હીઃતમને ક્યારે તો એવો વિચાર જરૂર આવ્યો હશે કે દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ક્યાં રહે છે. કેવા છે તેના બંગલા અને કેટલી હશે તેની કિંમત. આજે ભાસ્કર તમને દેશના આવા જ કેટલાક ટોચના ઉદ્યોગપતિની પ્રોપર્ટી અને તેની કિંમત વિશે જણાવી રહ્યું છે. 

દિલ્હીમાં અહી રહે છે ધનાઢ્ય લોકો

દિલ્હીમાં દેશના મોટા ઉદ્યોગપતિ દિલ્હીમાં પણ લુટિયન ઝોન પોતાનું અલગ મહત્ત્વ ધરાવે છે, કારણ કે અહીં રહેવાની ઈચ્છા ટોચના રાજનેતાઓથી લઈને ઉદ્યોગપતિઓી હોય છે. પરંતુ લુટિયન દિલ્હીમાં પણ ઔરંગઝેબ રોડ ખાસ છે. અહીં પર ઘણાં મોટા ઉદ્યોગપતિઓના ઘર છે. આ વિસ્તારમાં પ્રોપર્ટીની કિંમત કરોડોમાં છે. કિંમતનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય છે કે, અહીં પર જમીમના પ્રતિ ચોરસ યાર્ડ ભાવ 929688 રૂપિયા છે. એક ચોરસ યાર્ડ એ 9 ચોરસ ફુટ બરાબર થાય છે. 

ઔરંગઝેબ રોડમાં રહેતા ઉદ્યોગપતિ

રિયલ્ટી કંપની ડીએલએફના ચેરમેન કેપી સિંહ, જિંદલ સ્ટીલના એમડી નવીન જિંદલ, મેક્સ ઇન્ડિયાના ચેરમેન અનલજીત સિંહ જેવા જાણીતા ઉદ્યોગપતિઓના બંગલા ઔરંગઝેબ રોડ પર છે. 

અમૃતા શેરગિલ માર્ગ
 
દિલ્હીમાં ઔરંગઝેબ રોડ બાદ અમૃતા શેરગિલ માર્ક ધનાઢ્ય લોકોની બીજી સૌથી મનપસંદ જગ્યા છે. અહીં પર દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની એરટેલના માલિક સુનીલ ભારતી મિત્તલ, બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા, એમ્માર એમજીએફના એમડી શ્રવણ ગુપ્તા અને બીપીટીપીના એમડી કાબુર ચાવલા રહે છે. અમૃતા શેરગિલ માર્ગ પર પ્રોપર્ટીની કિંમત 1134021 પ્રતિ ચોરસ યાર્ડ છે. 

આગળની સ્લાઈડ્સમાં વાંચો..દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં ક્યા ઉદ્યોગપતિનું ઘર છે....
(Property Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Check Out The Indias Costliest Addresses And Its Wealthy Residents
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.