• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Property »Update» Amitabh Bachchan Will Be Getting Around Rs 2.75-3 Crore Per Kbc Episode

કેબીસી-9 માટે એપિસોડ દીઠ 3 કરોડ લેશે અમિતાભ, મુંબઇમાં આવા છે બંગલા

અમદાવાદઃ કેબીસી (કોન બનેગા કરોડપતિ)ની સીઝન 9 શરૂ થઇ રહી છે. અને તમામ અફવાઓને ફગાવીને ફરી એકવાર અમિતાભ બચ્ચન આ શો ને હોસ્ટ કરવાના છે. સુત્રોના જણાવ્યા અનુસાર અમિતાભ બચ્ચન આ શો માટે એપિસોડ દીઠ 2.75 થી 3 કરોડ જેટલી ફી વસૂલ કરવાના છે. એટલે કે અમિતાભ બચ્ચન પહેલા એપિસોડથી જ કરોડપતિ થઇ જશે.
 
700 કરોડની પ્રોપર્ટી
 
વિવિધ વેબસાઇટ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર અમિતાભ બચ્ચન પાસે અંદાજે 700 કરોડ રૂપિયાની સંપત્તિ છે. બચ્ચન એક મૂવી દીઠ 6 કરોડ રૂપિયાનો ચાર્જ લે છે. ઉપરાંત, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ફી 5 કરોડ રૂપિયા છે. અમિતાભ બચ્ચનનું અંગત રોકાણ લગભગ 165 કરોડ રૂપિયા છે. અમિતાભ બચ્ચન પાસે કુલ 11 કાર્સ છે જેની ટોટલ વેલ્યૂ 18 કરોડ રૂપિયા છે. બચ્ચને ગત નાણાંકિય વર્ષમાં 12 કરોડ રૂપિયાનો ઇન્કમ ટેક્સ ભર્યો છે.
 
અંદાજીત સંપત્તિ
રૂ.700કરોડ
ફિલ્મ દીઠ
રૂ.6 કરોડ
બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ફી
રૂ.5 કરોડ
અંગત રોકાણ
રૂ.165 કરોડ
લકઝરી કાર્સ-11
રૂ.18 કરોડ
આવકવેરો 2016-17
રૂ.12 કરોડ
 
અમિતાભ બચ્ચન પાસે મુંબઇમાં જુહુ જેવા પોશ વિસ્તારમાં જલસા, જનક, પ્રતિક્ષા અને વત્સ જેવા બંગલા છે. આ ઉપરાંત, જલસાની પાછળ બચ્ચને એક બીજો બંગલો પણ ખરીદ્યો છે. અમિતાભ પાસે ઉત્તર પ્રદેશના અલાહાબાદમાં ક્લાઇવ રોડ પર ખાનદાની મકાન પણ છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ અમિતાભ બચ્ચનના મુંબઇમાં આવેલા ઘરોના ફોટોઝ...
(Property Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Amitabh Bachchan will be getting around Rs 2.75-3 crore per kbc episode
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.