• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Property »Update» Center Asks To State About The Performance Grant For Urban Local Bodies

મોદી લોકલ બોડીઝના કામથી નાખુશ, 17000Crની ગ્રાન્ટ રોકવાની તૈયારી

નવી દિલ્હીઃ  અર્બન લોકલ બોડીઝ, જેવી કે મ્યૂનિસિપલ કોર્પોરેશન્સ કે મ્યૂનિસિપાલટીના દેખાવમાં સુધારો નહીં થયો તો રાજ્યોને મળનારી લગભગ 17 હજાર 428 કરોડ રૂપિયાની ગ્રાન્ટ અટકી શકે છે. અર્બન ડેવલપમેન્ટ મિનસ્ટ્રી તરફથી રાજ્યોને કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર સુધી અર્બન લોકલ બોડીઝના કામના રિવ્યૂ કરવામાં આવે. જેનું કામ ચોક્કસ સ્ટાન્ડર્ડ અનુસાર નહીં હોય તો ગ્રાન્ટ નહીં મળે.
 
 
ફાઇનાન્સ કમીશનની છે ગ્રાન્ટ

- અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીના સેક્રેટરી રાજીવ ગાબાએ બધા રાજ્યોના ચીફ સેક્રેટરીને પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે 14th ફાઇનાન્સ કમીશને 2015-20 ના બધા અર્બન લોકલ બોડીઝ (યૂએલબી) ને 87143 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાની ભલામણ કરી હતી. જેમાં 80% ગ્રાન્ટ બેઝિક અને 20% પર્ફોર્મન્સ બેઝડ છે. ત્યારે ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ અર્બન મિનિસ્ટ્રીને કહ્યું કે યૂએલબીના દેખાવની તપાસ વગર પર્ફોર્મન્સ બેઝડ ગ્રાન્ટ જાહેર ન કરવામાં આવે.
 
કેવી રીતે થશે તપાસ?

- પર્ફોર્મન્સનું ઇવેલ્યૂએશન કરવા માટે યૂએલબીના એકાઉન્ટ્સને રેગ્યુલર ઓડિટ કરવું જરૂરી છે. તેણે પોતાના રેવન્યૂનો સોર્સ વધારવો પડશે. સાથેજ સર્વિસ લેવલમાં સુધારો લાવવો પડશે.  
 
સેલ્ફ ઇવેલ્યૂએશન કરવું પડશે

- લેટરમાં લખવામાં આવ્યું છે કે યૂએલબીને સેલ્ફ ઇવેલ્યૂએશન કરવું પડશે અને પર્ફોર્મન્સ ગ્રાન્ટ માટે રાજય સરકારની પાસે 30 સપ્ટેમ્બર સુધી ક્લેમ કરવો પડશે.
(Property Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Center Asks To State About The Performance Grant For Urban Local Bodies
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.