• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Property »Update» Govt Issued Guidelines For Credit Linked Subsidy For Middle Income Group

હોમ લોન થશે 3થી 4 % સસ્તી, 18 લાખ સુધીની વાર્ષિક આવકવાળાને પણ ફાયદો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વાર્ષિક 18 લાખ રૂપિયા સુધીની આવકવાળાને હોમ લોન પર સબ્સિડી આપવામાં આવશે. સરકારે વડાપ્રધાન આવાસ યોજના (અર્બન)ની નવી ગાઇડલાઇન્સ તૈયાર કરી છે. જેમાં ઇકોનોમિકલી વીકર સેક્શન (EWS) અને લોઅર ઇન્કમ ગ્રુપ (LIG) ઉપરાંત મિડલ ઇન્કમ ગ્રુપના (MIG) બે સબગ્રુપને પણ સામેલ કર્યા છે.
 
નવી ગાઇડલાઇન્સ અનુસાર, 12 લાખ રૂપિયા સુધીની આવકવાળાને 90 ચોરસ મીટર અને 18 લાખ રૂપિયાની આવકવાળાને 110 ચોરસ મીટરના ઘરોને પણ હોમ લોનમાં સબ્સિડી આપવામાં આવશે. તેનાથી જ્યાં ઘણાં મોટા વર્ગને પણ સસ્તા ઘર ખરીદવાની તક મળશે તો ઘણાં વર્ષોથી મંદીનો સામનો કરી રહેલા રીયલ એસ્ટેટ માર્કેટમાં બૂમ આવવાની સંભાવના છે. ડેવલપર્સના સંગઠન ક્રેડાઇએ આ સ્કીમનું સ્વાગત કર્યું છે.
 
કેટલી મળશે સબ્સિડી
 
નવી ગાઇડલાઇન્સ અનુસાર, 12 લાખ રૂપિયા સુધીની આવકવાળાને 9 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર 4 ટકા સબ્સિડી આપવામાં આવશે, જ્યારે 18 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાને 12 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર 3 ટકા સબ્સિડી આપવામાં આવશે. આ લોન સબ્સિડી 20 વર્ષ સુધીની હોમ લોન માટે આપવામાં આવશે.
 
 
આગળની સ્લાઇડમાં વાંચો વડાપ્રધાને કરી હતી જાહેરાત...
(Property Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Govt Issued Guidelines For Credit Linked Subsidy For Middle Income Group
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.