• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Infrastructure» Ministry Of Housing Prepared A Public Private Partnership Policy For Affordable Housing

સસ્તા ઘર માટે પ્રાઇવેટ બિલ્ડર્સને સરકાર આપશે જમીન, વાર્ષિક ગ્રાન્ટની પણ તૈયારી

નવી દિલ્હીઃ વર્ષ 2022 સુધી બધાને ઘર આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયદાને પૂર્ણ કરવા માટે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એક મોટુ પગલુ ભરવા જઇ રહી છે. આ મિશન સાથે પ્રાઇવેટ ડેવલપર્સને જોડવા માટે મિનિસ્ટ્રીએ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પોલિસી ફોર અફોર્ડેબલ હાઉસિંગનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. જે અનુસાર સરકાર જમીનની સાથે 15 થી 20 વર્ષની વાર્ષિક ગ્રાન્ટ પણ આપશે. એટલું જ નહીં પ્રાઇવેટ લેન્ડ પર પણ પીપીપી મોડલ હેઠળ અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેકટ્સ બનાવવાની મંજૂરી પણ આપવામાં આવશે.  
 
શું છે પોલિસી
 
આ મોડલ પોલિસી છે જેને રાજ્ય સરકારો પોતાના રાજ્યોમાં લાગૂ કરશે. આ ડ્રાફ્ટ પર પણ 30 જૂન સુધી લોકો પાસેથી મત માંગવામાં આવ્યા છે. આ પોલિસીને બે મોડલમાં વહેંચવામાં આવ્યું છે. પહેલુ મોડલ સરકારી જમીન પર પીપીપી મોડલ અને બીજુ પ્રાઇવેટ લેન્ડ પર પીપીપી મોડલ.
 
આ છે સરકારી જમીન પર પીપીપી મોડલની કેટેગરી
  1. સરકારી ઓથોરીટી જમીન આપશે અને પ્રાઇવેટ ડેવલપર્સને ઘર બનાવવા માટે લમ્પ સમ્પ એમાઉન્ટ આપવામાં આવશે. ઘર બનાવીને પાછા ઓથોરિટીને આપવામાં આવશે. જેના કેટલાક હિસ્સા પર બિલ્ડર્સ સસ્તા ઘર બનાવીને ઓથોરિટીને પાછા આપી દેશે અને બાકીના હિસ્સા પર કોમર્શિયલ પ્રોજેક્ટ બનાવીને વેચી શકાશે. ઓથોરિટીની જમીન પર પ્રાઇવેટ બિલ્ડર્સ ઘર બનાવીને લોકોને ભાડેથી આપી શકશે.
 
શું છે પ્રાઇવેટ પીપીપી મોડલ
 
આ મોડલ હેઠળ ડેવલપર્સ પોતાની જમીન પર એફોર્ડેબલ હાઉસિંગ બનાવવા પડશે પરંતુ તેના માટે અનેક પ્રકારની છૂટ અને ફાઇનાન્સિયલ ઇન્સેન્ટિવ આપશે. આ છૂટ સ્ટેટ સબ્સિડી, સ્ટેમ્પ ડ્યૂટી છૂટ, એક્સટર્નલ અને ઇન્ટરનલ ડેવલપમન્ટ ચાર્જ,પર છૂટ, એફએઆરમાં વૃદ્ધિ થઇ શકે છે. સરકાર પ્રોજેક્ટને સિંગલ વિન્ડો ક્લિયરન્સ માટે પણ પ્રયત્ન કરશે. 
(Infrastructure Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ministry Of Housing Prepared A Public Private Partnership Policy For Affordable Housing
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.