• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Property »Update» Experts Believe Demand For Affordable Housing Is Going To Rise Due To Push In Budget

10થી 25 લાખની કિંમતના ઘરોની માગ વધવાની આશા, ડેવલપર્સ કરી રહ્યા છે તૈયારી

10થી 25 લાખની કિંમતના ઘરોની માગ વધવાની આશા, ડેવલપર્સ કરી રહ્યા છે તૈયારી
નવી દિલ્હીઃબજેટ 2017માં હાઉસિંગ સેક્ટરને આપવામાં આવેલી ભેટ પછી એવી આશા કરવામાં આવી રહી છે કે દેશમાં 10 લાખથી 25 લાખ રૂપિયાના ઘરોની માગ ખૂબ વધી જશે. આ જ કારણ નાનાથી લઇને મોટા રીયલ એસ્ટેટ ડેવલપર્સે એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટસ પર ફોક્સ વધારી દીધું છે. એક્સપર્ટનું માનવું છે કે આગામી દિવસોમાં વધારે પ્રોજેક્ટ્સ એફોર્ડેબલ હાઉસિંગના હશે અને ફરી એકવાર નવા પ્રોજેક્ટ્સની લોન્ચિંગની સંખ્યા વધી જશે.
 
નોટબંધી પછી લોન્ચ થયા નથી નવા પ્રોજેક્ટ્સ
 
નોટબંધી પછી નવા પ્રોજેક્ટસના લોન્ટિંગમાં ઘણો ઘટાડો થયો છે. રીયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઇટ ફ્રેંકની રીપોર્ટ જણાવે છે કે નવા પ્રોજેક્ટ લોન્ચિંગમાં 46 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ હવે માર્કેટમાં નવા પ્રોજેક્ટ્સના લોન્ચિંગની તૈયારી ચાલી રહી છે. જાણકારોના મતે, આ પ્રોજેક્ટસમાં ફ્લેટની કિંમત રૂ.10 લાખથી લઇને રૂ.25 લાખની વચ્ચે હશે. ડેવલપર્સની કોશિશ છે કે તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવરી લેવામાં આવે. પરંતુ એવું ન થાય તો પણ ડેવલપર્સ પોતાની ઓફર આપીને બાયર્સને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા ફાયદા આપવાની તૈયારી કરી રહ્યા છે.
 
આ કંપનીઓ કરી રહી છે તૈયારી
 
બજેટમાં એફોર્ડેબલ હાઉસિંગને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્ટેટસ મળ્યા પછી અનેક મોટી કંપનીઓએ એફોર્ડેબલ પ્રોજેક્ટસ લોન્ચ કરવાની તૈયારી કરી છે. લિસ્ટેડ કંપની હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (એચડીઆઇએલ) અને સનટેક રીયલ્ટી સહિત અનેક કંપનીઓએ એફોર્ડેબલ પ્રોજેક્ટ લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. માર્કેટના જાણકારોના મતે, અનેક મોટી કંપનીઓ નાના ડેવલપર્સના એફોર્ડેબલ પ્રોજેક્ટ્સ ખરીદીની તેને નવી રીતે લોન્ચ કરવામાં લાગી છે. આગામી સમયમાં તેમની સત્તાવાર લોન્ચિંગ થઇ શકે છે.
 
લક્ઝરી પ્રોજેક્ટ્સ ડેવલપર્સ પણ કરી રહ્યા છે તૈયારી
 
નેશનલ રીયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (નારેડકો)ના વાઇસ પ્રેસિડન્ટ ગૌરવ જૈને જણાવ્યું કે બજેટમાં એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે.અને ઇન્ટરેસ્ટ સબસિડીની જાહેરાતથી આ સેગમેન્ટમાં ડિમાન્ડ વધવાની પૂરી શક્યતા છે. તેથી લક્ઝરી પ્રોજેક્ટસ બનાવતા ડેવલપર્સ પણ આ સેગમેન્ટ પર ધ્યાન આપી રહ્યા છે. સરકારે વર્ષ 2022 સુધી 2 કરોડ ઘરો બનાવવાનું ટાર્ગેટ રાખ્યું છે અને પ્રાઇવેટ સેક્ટ સરકારના આ ટાર્ગેટને હાંસલ કરવા માટે બધી રીતનો સહયોગ આપવા તૈયાર છે.
(Property Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: experts believe demand for affordable housing is going to rise due to push in budget
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.