• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Property »Update» Inside Pictures Of New Home Hrithik Roshan Are Out And It Is As Gorgeous As He Is

આવો છે ઋત્વિક રોશનનો 60 કરોડનો લક્ઝુરિયસ ફ્લેટ, જુઓ Photos

મુંબઇઃબોલીવુડ એકટર ઋત્વિક રોશન તાજેતરમાં બાળકોના ઇન્સ્ટાગ્રામ પરના ફોટોઝને લઇને ચર્ચામાં આવ્યો હતો. ઋત્વિકે બાળકો કેવી વાતો કરે છે તેવી પોસ્ટ શેર કરી હતી. જો કે આજે આપણે આ વિશે વાત નહીં કરીએ પરંતુ ઋત્વિક રોશનના આલીશાન ફ્લેટ વિશે થોડી ચર્ચા કરીએ.
  ઋત્વિકનું લેવિશ એપાર્ટમેન્ટ જુહૂ સ્થિત પ્રાઇમ બીચ બિલ્ડિંગના થર્ડ ફ્લોર પર છે. આ ફ્લેટ તેણે ગત વર્ષે ઓગસ્ટમાં અંદાજે 60 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એક પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂમાં ઘરના આર્કિટેક્ટ આશીષ શાહે જણાવ્યું કે કેટરીના કેફના ઘરની ડિઝાઇન્સને પસંદ કર્યા પછી ઋત્વિકે તેમનો કોન્ટેક્ટ કર્યો હતો. ઋત્વિક ઇચ્છતા હતા કે આ ઘરને તેમના બન્ને પુત્રો ઋહાન અને ઋદાનના હિસાબે તૈયાર કરવામાં આવે. ઘરના ફર્નીચરનું શોપિંગ દુબઇ અને ઋત્વિકની સિસ્ટર ઇન-લોના સ્ટોરથી કરવામાં આવી છે. આ ઉપરાંત ઘરની દિવાલો પર ક્વોટેશન્સ લખેલા છે, જેમાંથી કેટલાક તો ઋત્વિકે જાતે લખ્યા છે.
 
અક્ષય કુમારના પડોશી છે ઋત્વિક

અક્ષય કુમાર અને ઋત્વિક રોશન પડોશી છે. જુહૂ સ્થિત સી-ફેસિંગ પ્રાઇમ બીચ બિલ્ડિંગમાં બન્નેનું મકાન છે. અક્ષય આ બિલ્ડિંગમાં ચાર ફ્લેટ ધરાવે છે. ફિલ્મ પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલા પણ આ બિલ્ડિંગમાં રહે છે.
 
મહત્વનું છે કે ઘણાં વર્ષો સુધી રિલેશનમાં રહ્યા બાદ ઋત્વિક રોશને 20 ડિસેમ્બર 2000માં સુઝેન ખાન સાથે લગ્ન કર્યા હતા. 2013માં ઋત્વિક અને સુઝેને ડાયવોર્સ લેવાનો નિર્ણય કર્યો અને નવેમ્બર 2014માં કાયદેસર રીતે તેઓ અલગ થયા.
 
ઋત્વિક રોશનની સંપત્તિ
 
અંદાજીત નેટવર્થ
રૂ.2680કરોડ
એક મૂવીની એવરેજ ફી
રૂ.45 કરોડ
બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ફી
રૂ.8 કરોડ
વ્યક્તિગત રોકાણ
રૂ.1250 કરોડ
લક્ઝુરિયસ કાર્સ- 12
રૂ.25 કરોડ
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ, ઋત્વિક રોશનના આ લેવિશ ઘરની એક ઝલક....
 
 
 
 
 
(Property Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: inside Pictures Of New Home Hrithik Roshan Are Out And It is As Gorgeous As He Is
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.