• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Banking »Update» SBI Card Imposes Fee On Cheque Payments

SBI ક્રેડિટ કાર્ડનું રૂ. 2000 સુધી પેમેન્ટ ચેકથી કર્યું તો લાગશે રૂ. 100 ચાર્જ

નવી દિલ્હીઃ એસબીઆઇ ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ચેકથી કરવાનું હવે મોંઘુ પડશે. કંપનીએ તેના કસ્ટમર્સને મોકલેલી જાણકારીમાં જણાવાયું છે કે 2000 રૂપિયાથી ઓછી રકમનું પેમેન્ટ ચેક ડ્રોપ બોક્સ દ્ધારા કરવાથી 100 રૂપિયાની એડિશનલ ફી આપવી પડશે. આ નિર્ણયની અસર એસબીઆઇ કાર્ડના 40 લાખથી વધુ કસ્ટમર્સ પર પડી શકે છે. આ નિર્ણય એક એપ્રિલથી લાગુ થઇ ગયો છે. એસબીઆઇએ કહ્યું કે કસ્ટમર્સના લેટ પેમેન્ટના કારણે આ નિર્ણય લેવાયો...
 
એસબીઆઇ ક્રેડિટ કાર્ડનું કહેવું છે કે ઘણાં લોકો ડ્રોપ બોક્સમાં મોડેથી ચેક નાંખે છે અને પછી લેટ પેમેન્ટ ચાર્જને લઇને વિવાદ થાય છે. શકય છે કે દર મહિને ચેક કલેક્ટ કરવામાં બેન્કથી ભુલ થઇ રહી છે. આ પ્રકારના વિવાદ ન થાય એટલા માટે કંપનીએ આ નિર્ણય લીધો છે.
 
કંપનીએ આમ કેમ કર્યું?
 
  • Sbi card એક ફાઇનાન્સ કંપની તરીકે રજિસ્ટર્ડ છે. આ એસબીઆઇ બેન્કનો હિસ્સો નથી. આ કારણે તેમને ચેકને લઇને કલેક્ટ કરવા અને ક્લિયર કરાવવા માટે રૂપિયા ચૂકવવા પડે છે.
 
કયા કસ્ટમર્સના પેમેન્ટ પર એસબીઆઇ કાર્ડે ફી આપવાની હોય છે
 
  • એસબીઆઇ ક્રેડિટ કાર્ડના મોટાભાગના કસ્ટમર ચેક ઉપરાંત બીજા સાધનોથી કાર્ડનું પેમેન્ટ કરે છે.
  • જે કસ્ટમર્સની પાસે એસબીઆઇ ક્રેડિટ કાર્ડની સાથે એસબીઆઇ એકાઉન્ટ પણ છે. તેમના ચેકને ક્લીયર કરવા માટે મોકલવામાં નથી આવતા અને ઇન્ટ્રા બેન્ક ટ્રાન્સફરથી પેમેન્ટ થઇ જાય છે. પરંતુ જે ચેક એસબીઆઇના નથી તેમની પર ફીસ લાગે છે. ભલે જ તે બ્રાન્ચમાં કાઉન્ટર પર જ કેમ જમા ન થયા હોય.
 
ત્રણ રીતે કરી શકો છો પેમેન્ટ
 
1. ઓનલાઇનઃ એનઇએફટી, પેમેન્ટ પે ઓનલાઇન, વીઝા ક્રેડિટ કાર્ડ પે, ઓનલાઇન એસબીઆઇ, એસબીઆઇ મોબાઇલ બેન્ક, ઇલેક્ટ્રોનિક બિલ પેમેન્ટ, નેશનલ ઓટોમેટેડ ક્લીયરિંગ હાઉસ, એસબીઆઇ ઓટો ડેબિટ, ડેબિટ કાર્ડ અને મોબાઇલ એપ દ્ધારા ઓનલાઇન પેમેન્ટ કરી શકાય છે.
2. ચેકઃ કોઇ પણ એસબીઆઇ કે બેન્ક કે એટીએમના ડ્રોપ બોક્સમાં તમે એસબીઆઇ કાર્ડ પેમેન્ટનો ચેક નાંખી શકો છો. ચેક ડ્રોપ બોક્સમાં કસ્ટમરની પાસે બે ઓપ્શન, ઇલેક્ટ્રોનિક ડ્રોપ બોક્સ અને ડ્રોપ બોક્સ છે.
3. કેશઃ એસબીઆઇ કાર્ડ જો કેશ પેમેન્ટ કરવાનું હોય તો કસ્ટમરને એસબીઆઇની બ્રાન્ચમાં જઇને કરવાનું હોય છે. 
 
નોંધઃ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે...
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: SBI Card imposes fee on cheque payments
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.