• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Banking »Update» Govt Plans To Give Cash Back For Online Payment Of Electricity Bill

વીજળી બિલનું ઓનલાઈન પેમેન્ટ કરવાથી મળશે કેશબેક, આજે રજૂ થશે પ્રપોઝલ

નવી દિલ્હી. કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાની દિશામાં સરકાર નવી પ્રપોઝલ લાવી રહી છે. જે અંતર્ગત વીજળી બિલનું ઓનલાઈન પેમેન્ટ કરવા પર કસ્ટમરને કેશબેક આપવામાં આવશે અને આ પેમેન્ટ માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં નહીં આવે. પાવર મિનિસ્ટ્રી ગુરુવારે આ પ્રપોઝલ સ્ટેટસ્ સાથે મીટિંગમાં રજૂ કરશે. મંજૂરી મળ્યા બાદ તેને દેશભરમાં લાગુ કરી દેવાશે.
 
દરેક જગ્યાએ કસ્ટમરને મળે કેશલેસ પેમેન્ટની ફેસિલિટી
 
- કન્ઝ્યુમર્સ ઈલેક્ટ્રિસિટી બિલનું પેમેન્ટ ડિજિટલી કરે તો તેને કેશ ઈન્સેન્ટિવ, કેશ આપવામાં આવે તેવો પાવર મિનિસ્ટ્રીનો પ્લાન છે.
- ડિસ્કોમ્સ તથા પાવર ડિપાર્ટમેન્ટમાં ઓનલાઈન પેમેન્ટ મિકેનિઝમને ડેવલપ કરાશે. દરેક પાવર ડિપાર્ટમેન્ટમાં ક્રેડિટ, ડેબિટ કાર્ડ કે પોઇન્ટ ઓફ સેલ્સ (પીઓએસ)થી પેમેન્ટની ફેસિલિટી હોવી જોઈએ.
- ડિજિટલ પેમેન્ટ કરવા પર લાગનારા એમડીઆર (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ)ને ટેરિફ સ્ટ્રક્ચરનો હિસ્સો બનાવવામાં આવે અને અલગથી કોઈ ચાર્જ ન લેવામાં આવે.
- ઈલેક્ટ્રિસિટીના કર્મચારીઓ, કોન્ટ્રાક્ટર તથા વેન્ડર્સને ફક્ત ઈલેક્ટ્રોનિક મોડથી પેમેન્ટ કરવામાં આવે.
 
હાલ એમડીઆર ચાર્જ ભરે છે કન્ઝ્યુમર્સ
 
- પાવર મિનિસ્ટ્રીએ ડિજિટલ પેમેન્ટને પ્રમોટ કરવા રાજ્ય સરકારો પાસે જવાબ માંગ્યો હતો.
- 18 રાજ્યોએ જવાબ મોકલ્યો છે. તેમાંથી 13 કહ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ કરવા પર કન્ઝ્યુમર્સે એમડીઆર ચાર્જ ભરવો પડે છે. જ્યારે 5 રાજ્યોએ જણાવ્યું કે કન્ઝ્યુમર્સ દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરવા પર સરકાર કે ડિસ્કોમ્સ એમડીઆર ચાર્જ લે છે.
 
એક ટકા મળી શકે છે કેશબેક
 
-આજે મળનારી મીટિંગમાં બિલનું ઓનલાઈન પેમેન્ટ કરવા પર કેટલું કેશબેક કે ડિસ્કાઉન્ટ આપવું તે અંગે ચર્ચા કરાશે. મિન્સ્ટ્રીની પ્રપોઝલ કેશલેસ પેમેન્ટ કરવા પર 1 ટકા કેશબેક કે ડિસ્કાઉન્ટ આપવામાં આવે તેવી છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ક્યાં મળેછે 200 રૂપિયા કેશબેક
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Govt Plans To Give Cash Back For Online Payment Of Electricity Bill
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.