• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Mutual Fund »Update» Banks And NBFC Companies Gives Loan To Fifty Percent Of Your Nav Amount

મ્યુચ્યુઅલ ફંડોને બદલે પણ મળે છે લોન, ફેસ્ટિવ સીઝનમાં ઉઠાવી શકો છો ફાયદો

બિઝનેસ ડેસ્કઃ મ્યુચ્યુઅલ ફંડમાં જો તમે પહેલેથી રોકાણ કરી રહ્યા હોય તો આ ફેસ્ટિવ સીઝનમાં આ રોકાણ તમારા માટે કામનું હોઇ શકે છે. બેન્ક અને અનેક એનબીએફસી કંપનીઓ તમને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવેલા પૈસા પર લોન આપે છે, જેનીપર ઘણું ઓછુ વ્યાજ લે છે. એવામાં તમે લોન લઇને ઘરનું રિનોવેશન, નવા ઘરનું બુકીંગ અથવા ફરી ઓટો લોન લેવા માટે ડાઉન પેમેન્ટ કરી શકો છો.
 
મની ભાસ્કરતમને બતાવી રહ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડ પર લોન લેવા માટે તમારે શું કરવું પડશે અને અગ્રણી બેન્ક અને એનબીએફસી કંપનીઓ કેટલું વ્યાજ લેશે.
 
કેવી રીતે મળે છે મ્યુચ્યુઅલ ફંડ પર લોન
 
મ્યુચ્યુઅલ ફંડમાં કરવામાં આવેલા રોકાણને બદલે મોટા બાગની બેન્ક અને એનબીએફસી કંપનીઓ લોન આપે છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ની માર્ગદર્શિકા અનુસાર તમારે આ પ્રકારની લોન લેવા બેન્ક કે ફાઇનાન્સ કંપની પાસે તમારા મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સને ગિરવે મુકવા પડશે. યુનિટ્સની એનએવીના આધારે તમને લોન મળશે. તેના માટે બેન્ક અથવા કંપની તમારા દ્વારા લેવામાં આવેલા યુનિટ્સ પર લિયન માર્ક કરી દેશે. બેન્ક અથવા કંપની તમને એક વર્ષ સુધી લોન આપશે, જે તમારે તે જ ગાળામાં ચૂકવવી પડશે.
 
કેટલું લાગશે વ્યાજ
 
જો તમે પર્સનલ લોનને બદલે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પર લોન લો છો તો તે તમારી પાસેથી પર્સનલ લોન કરતા ઘણું વ્યાજ લે છે. સેબી અને આરબીઆઇની માર્ગદર્શિકા અનુસાર બેન્ક તમારી પાસેથી 10-18 ટકાની વચ્ચે ચાર્જ કરી શકે છે. બેન્ક અને એનબીએફસી કંપનીઓ લોન એમાઉન્ટ, ફંડમાં ઉપલબ્ધ યુનિટ્સ એનએવી અને તમારા દ્વારા પહેલા લેવામાં આવેલી કોઇ લોનની પેમેન્ટ ભૂતકાળને જોઇને વ્યાજ લે છે.
 
ખાનગી સેકટરની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્ક ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પર 10.50 ટકાથી લિયન 12.5 ટકા સુધી વ્યાજ લે છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો બેન્કોના વ્યાજ દરના વિશે...
સમજો ડાયનેમિક અને નોર્મલ લિયન અંગે
(Mutual Fund Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Banks and NBFC companies gives loan to fifty percent of your nav amount
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.