• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Mutual Fund »Update» Ten Things About Rich People That You Must Know

અમીરને સામાન્ય માણસથી અલગ બનાવે છે આ 10 વાતો, તેમાં છે સફળતાનો રાઝ

નવી દિલ્હીઃ દરેકને અમીર બનવું છે. આના માટે સખત મહેનત પણ કરે છે. તેમ છતાં મોટાભાગના લોકો સફળ નથી થઇ શકતા. નિષ્ફળ જાય ત્યારે મોટા ભાગના લોકો પોતાના નસીબને દોષ દે છે. તો કેટલાક એવા પણ હોય છે જે ઘણાં ઓછા સમયમાં સફળતાના શિખર પર પહોંચી જાય છે. એવામાં આપના મનમાં સવાલ ઉભો થવો સ્વાભાવિક છે કે ધનવાન લોકોમાં એવું તે શું ખાસ છે જેના દમ પર મોટુ એમ્પાયર તૈયાર કરી લો છો. આવો અમે આપને એવી યોગ્યતાઓ તેમજ ખાસિયતો અંગે જણાવીએ છીએ જે ઉંચાઇઓ પર પહોંચતા જ આપની મદદ કરી શકે છે.  
 
એક જ કામ પર ફોકસ
 
આપે કદી એમ વિચાર્યું છે કે એક લેઝર બીમ કોઇ પણ કઠોર ચીજને કેવી રીતે કાપી નાંખે છે. આમ એટલા માટે થાય છે કે બીમ પોતાની સંપૂર્ણ ક્ષમતા એક જ સ્થાન પર કેન્દ્રીત કરે છે. આમ કરીને તે કઠોરમાં કઠોર ચીજને કાપી નાંખે છે. ઠીક આજ ચીવટતા અમીર કે સફળ લોકોની હોય છે. તેઓ પોતાની પૂરી શક્તિ એક સમયમાં એક જ કામ પર લગાવે છે. તેનાથી વિરૂદ્ધ સામાન્ય લોકો ઘણાં બધા કામોને એક સાથે લઇને ચાલે છે. એવામાં તેઓ પોતાના લક્ષ્યથી ભટકી જાય છે અને નિષ્ફળ જાય છે.
 
ગોલ પર ફોકસ
 
ધનવાન અને ગરીબ વચ્ચે બીજુ મોટું અંતર લક્ષ્યને લઇને જાગૃત હોવાનું હોય છે. ધનિક લોકો પોતાના લક્ષ્યને લઇને હંમેશા ફોકસ્ડ રહેતા હોય છે. દુનિયાભરના 80 ટકા અમીર લોકો પોતાની સફળતાના કારણે પોતાના ગોલ પર કેન્દ્રીત હોવાનું માને છે. તેઓ પોતાના નક્કી લક્ષ્યને મેળવવા માટે સખત મહેનત કરે છે. તેમના માટે ગોલ પ્રાપ્ત કરવા માટે કોઇ ચાન્સ ફેકટર નથી હોતું.
 
આગળની સ્લાઇડમાં વાંચો, અમીર અને ગરીબ વચ્ચે વિચારશક્તિની હદ શું હોય છે...
 
નોંધઃ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે. 
(Mutual Fund Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ten things about rich people that you must know
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.