• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Mutual Fund »Step To Step Guide» Pay Attention To These Points And Earn Big On Mutual Fund Investment

મ્યુચ્યુઅલ ફંડમાં મળશે સારુ રિટર્ન, રોકાણ કરતા પહેલા આટલું સમજી લો

નવી દિલ્હીઃમ્યુચ્યુઅલ ફંડમાં કરવામાં આવેલા રોકાણ બેન્ક એફડી અને પોસ્ટલ સ્કીમથી વધુ વળતર મળે છે. તેના કારણે રોકાણકારોનો મોહ ઝડપથી મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યો છે. પરંતુ એવું નથી કે દરેક રોકાણકારોને મોટું વળતર મળ્યું છે. સમજ્યા વિના કરવામાં આવેલા રોકાણ પર ધારણા અનુસાર રિટર્ન નથી મળતુ અને ઘણીવાર નુકસાન સહન કરવું પડે છે. એક્સપર્ટનું કહેવું છે કે તેનું કારણ રોકાણકારોને ફંડ અંગે યોગ્ય જાણકારી હોતી નથી. મનીભાસ્કર આજે તમને કોઇ પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા રોકાણકારોએ કઇ કઇ વાતોની જાણકારી રાખવી પડે તે જણાવી રહ્યું છે.
 
ફંડનું પાછલું પ્રદર્શન
 
કોઇ પણ મ્યુચ્યુઅલ ફંડને સમજવા માટે તે ફંડના પાછલા બે ત્રણ વર્ષની કામગીરીને જુઓ. જોકે પાછલી કામગીરીને આધારે ભવિષ્યની કામગીરીનો ફેંસલો લઇ શકાતો નથી. પરંતુ તેના એ ખબર પડી જશે કે આ ફંડ કેવી કામગીરી કરી રહ્યું છે. ઉદા તરીકે જો કોઇ ફંડ ત્રણ વર્ષથી માર્કેટમાં છે અને તેમાં રૂ. 10,000 રોક્યા છે તો એ જોવું પડશે કે આજના સમયમાં રૂ. 10,000ની વેલ્યુ શું છે અને તેની પર કેટલા ટકા રિટર્ન દર વર્ષે મળ્યું છે.
 
પોર્ટફોલિયો
 
રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડમાં એટલા માટે રોકાણ કરે છે કે તેમાં શેરમાર્કેટથી ઓછુ રોકાણ હોય છે. શેરમાર્કેટમાં કોઇ રોકાણકાર પોતે જ શેરની પસંદગી કરવામાં અસમર્થ હોય છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડની પસંદગી તે કરી શકે છે. તેથી જ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તેનો પોર્ટફોલિયો ચેક કરવા જરૂરી હોય છે. જો તમે ડેટ ફંડમાં રોકાણ કરો છો તો તેની ક્રેડિટ પ્રોફાઇલ જરૂર ચેક કરી લો.
 
આગળની સ્લાઇડમાં વાંચો એક્સપેન્સ અને ફંડના નામની ભૂમિકા...
 
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.
(Mutual Fund Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pay attention to these points and earn big on mutual fund investment
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.