• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Loans »Update» Once Again Real Estate Sector Cames On Track After Rate Cut

RBIએ રેપો રેટ ઘટાડ્યો, રિયલ્ટી સેક્ટરમાં સુધરશે સેન્ટિમેન્ટ, EMIનો બોજ ઘટશે

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ)એ રેપો રેટ 6.75 ટકાથી 0.25 ટકા ઘટાડીને 6.50 ટકા કરી દીધો છે. લેન્ડિંગ રેટની નવી ફોર્મ્યુલા આવવાથી તથા રેપો રેટમાં ઘટાડા બાદ બેન્કો ઋણ સસ્તુ કરી શકે છે. તેનાથી હોમ લોન ઈએમઆઈમાં ઘટાડો થશે. તેનો ફાયદો સુસ્ત પડેલાં રિયલ્ટી સેક્ટરને મળી શકે છે અને ડિમાન્ડ વધી શકે છે.
 
સેન્ટિમેન્ટ સુધરવાનો મળશે ફાયદો
 
ક્રેડાઈ એનસીઆરના હેડ અને ગૌડ સન્સના એમડી મનોજ ગૌડે મનીભાસ્કરને જણાવ્યું હતું કે, આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડવાનો ફાયદો રિયલ્ટી સેકટરને ત્યારે જ મળશે જ્યારે બેન્કો તેનો ફાયદો હોમ બાયર્સને આપશે. રિયલ એસ્ટેટ રેગ્યુલેર બિલ પાસ થયા બાદ સેન્ટિમેન્ટમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. હોમ લોન પર ઈન્ટરેસ્ટ રેટ ઓછો થવાથી લોકોની ખરીદ શક્તિ વધી જશે. હોમ બાયર્સનો ઈએમઆઈ ઘટશે, તેનાથી પ્રોપર્ટીની ખરીદી વધશે. જે રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી લાવશે.
 
રિયલ્ટી સેક્ટરને મળશે પ્રોત્સાહન
 
રિયલ એસ્ટેટ કન્સ્લટન્સી ફર્મ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના સીએમડી શિશિર બૈજલે જણાવ્યું હતું કે, રેપો રેટ 0.25 ટકા ઘટાડવાથી રિયલ એસ્ટેટ સેક્ટરને નિશ્ચિત રીતે નવી ઊર્જા મળશે. હું આશા રાખું છું કે બેન્ક આ ઘટાડાનો ફાયદો ગ્રાહકોને આપશે. રિયલ એસ્ટેટ બિલ અને રિટ્સને મંજૂરી મળ્યા બાદ આ સેકટર માટે સારા સમાચાર છે. આગામી સમયમાં મોંઘવારી કન્ટ્રોલ અને સારા ચોમાસું સારું રહેવાની આશા છે. તેથી આગળ પણ આરબીઆઈ રેપો રેટ ઘટાડી શકે છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો, કોણે ક્હ્યું અપેક્ષાથી ઓછો થયો ઘટાડો...
 
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
(Loans Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Once again real estate sector cames on track after rate cut
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
RBIએ રેપો રેટ 0.25% ઘટાડ્યોઃ સસ્તી થશે લોન, કેટલો ઘટશે આપનો EMI?
સસ્તી થઈ હોમ લોન, નવા નાણાં વર્ષમાં બેંકોએ લાગુ કરી નવી રેટ ફોર્મ્યૂલા
RBIએ કર્યા લેન્ડિંગ નિયોમોમાં ફેરફાર, ફિકસ રેટ પર મળશે 3 વર્ષ સુધીની લોન

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.