• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Loans »Update» Pm Narendra Modi Announces Two New Housing Schemes For Urban And Rural Areas

મોદીએ સસ્તી કરી હોમ લોન, જાણો નવા મકાનની ખરીદીમાં કેટલી ઘટશે EMI

અમદાવાદઃ 2016ના અંતિમ દિવસે વડાપ્રધાને ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે મોટી ગિફ્ટ આપી છે. નરેન્દ્ર મોદીએ 9 લાખ સુધીની હોમલોન પર 4 ટકાની છૂટ આપવાની જાહેરાત કરી છે તો મકાન માટે 12 લાખ રૂપિયાની લોન લેનારને વ્યાજમાં 3 ટકાની છૂટ મળશે. ઉપરાંત, ઘરનું રિપેરિંગ કરવા માટે જો 2 લાખ રૂપિયાની લોન લેશો તો 3 ટકાની વ્યાજ છૂટ મળશે.
 
હવે જો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2017માં તમે 12 લાખ રૂપિયાની હોમ લોન લેશો તો તમને કેટલી બચત થશે તે એક ઉદાહરણ દ્ધારા સમજીએ તો  હાલ એસબીઆઇ સહિતની બેન્કોનો હોમ લોન દર 9.15 ટકાની આસપાસ છે જો 12 લાખ રૂપિયાની લોન 15 વર્ષ માટે લેવામાં આવે તો નવા રેટ મુજબ 3 ટકા ઓછું વ્યાજ લાગશે એટલે કે 6.15 ટકાના વ્યાજે તમને માસિક 2054 રૂપિયાની બચત થશે.
હાલના દરે ગણતરી
 
હોમ લોનની રકમ  - રૂ.12 લાખ
લોનની મુદ્દત- 15 વર્ષ
હાલનો દર - 9.15 ટકા
હાલની માસિક ઇએમઆઇ- 12278.51
 
3 ટકા વ્યાજ છૂટ અનુસાર ગણતરી
 
હોમ લોનની રકમ- રૂ.12 લાખ
લોનની મુદ્દત- 15 વર્ષ
નવો વ્યાજ દર- 6.15 ટકા
નવી માસિક ઇએમઆઇ- 10223.79  
માસિક બચત- 2054.72
 
(નોંધઃ એસબીઆઇ સહિતની બેન્કોનો દર 9.10 ટકાથી 9.20 ટકાની આસપાસ છે તે અનુસાર ગણતરી કરી છે.)
 
આગળની સ્લાઇડમાં વાંચો 9 લાખ રૂપિયાની લોન પર કેટલી બચત થશે....
(Loans Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: pm narendra modi announces two new housing schemes for urban and rural areas
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.