• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Loans »Step To Step Guide» Now Business Doing Has Become Easy For Women, These Banks Are Giving Loan

મહિલાઓ માટે વધુ આસાન થયુ બિઝનેસ કરવાનું, બેન્ક આપી રહી છે ઓનલાઇન લોન

નવી દિલ્હીઃ હવે મહિલા ઉદ્યમીઓ માટે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું આસાન થઇ ગયું છે. ગામડેથી લઇને મોટા શહેરમાં રહેતી મહિલાઓ સુધી દરેક ઘરમાં રહેતી મહિલા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝથી લઇને મોટા બિઝનેસ ખોલી શકે છે. મહિલા ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવા માટે બેન્ક પણ આસાનીથી લોન આપી રહી છે, ઓનલાઇન એપ્લાઇ કરી શકાય છે અને વ્યાજ દર પણ ઘણો ઓછો છે.
 
એસબીઆઇની સ્ત્રી શક્તિથી ઉઠાવી શકો છો આ ફાયદો
 
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ સ્રી શક્તિ નામથી એક સ્કીમ લોન્ચ કરી છે. આ સ્કીમ હેઠળ અને મહિલાઓને લોન મળશે, જે નાના બિઝનેસ ચલાવી રહી હોય અને તે બિઝનસમાં તેમની હિસ્સેદારી 50 ટકાથી વધુ હોય. આ સ્કીમ હેઠળ લોન એપ્લાય કરનારી મહિલાઓને બેન્ક પોતાની તરફથી ટ્રેનિંગ પણ આપવામાં આવશે. મહિલાઓ આ સ્કીમ હેઠળ 2 લાખ રૂપિયાથી લઇને 5 લાખ રૂપિયા સુધી લોન માટે એપ્લાઇ કરી શકશે. સાથે જ વ્યાજ દરમાં પણ 0.50 ટકાની છૂટ પણ મળશે.
 
કેટરિંગ,રેસ્ટોરંટનો બિઝનેસ ખોલવા માટે મળે છે આ લોન
 
મહિલાઓ ખાવાનું બનાવવા અને ખવડાવાની શોખીન હોય છે. ભારતીય મહિલા બેન્ક સહિત અન્ય બેન્કોએ અન્નપૂર્ણા નામથી એક સ્કીમ લોન્ચ કરી છે. આ સ્કીમ હેઠળ કેટરિંગ અથવા નાના રેસ્ટોરંટ ખોલવા માટે 50 હજાર સુધીની લોન મળે છે. લોનનુ રિપેમેન્ટ મહિલાઓ 36 મહિનામાં કરી શકે છે, જેમાં એક મહિનાના ઇએમઆઇ પર છૂટ મળશે. પરંતુ આ રીતેની લોન લેવા માટે ગેરંટરની જરૂર પડશે. જો તમારી પાસે ગેરંટી નથી તો સિક્યુરિટીના રુપમાં તમારે કોઇ પણ સંપત્તિને ગિરવે મુકવી પડશે.
 
આગળની સ્લાઇડમાં વાંચો પ્રોફેશનલ મહિલાઓને કેવી રીતે મળશે હબિઝનેસ શરૂ કરવા માટેની લોન...
(Loans Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Now business doing has become easy for women, these banks are giving loan
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.