• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Loans »Update» Good Sign Of Real Estate Sector, Home Loan Demand Increased In 2015

2015 માં વધી હોમ લોનની ડિમાંડ, રિયલ્ટી સેકટરમાં રિકવરીના સંકેત

નવી દિલ્હીઃ જો હોમ લોન રિયલ એસ્ટેટમાં સુધારાનો સંકેત છે તો રિયલ્ટી સેકટર માટે સારા સમાચાર છે. આરબીઆઇનું ડિસેમ્બર બુલેટિન આ વાતનો સંકેત આપી રહ્યું છે. વર્ષ દર વર્ષ હાઉસિંગ લોનની માંગ 17.6 ટકા વધી છે. આ પ્રોપર્ટીની ખરીદી વધવાનો સંકેત છે જેનાથી હોમ લોન ડિમાંડમાં વધારો થયો છે. આવનારા સમયમાં આરબીઆઇ દ્ધારા રેપો રેટમાં વધુ ઘટાડાની આશા છે, જેનાથી સેન્ટિમેન્ટમાં સુધારો આવશે. જેનાથી હોમ લોનની માંગ વધશે અને રિયલ્ટી સેકટરમાં તેજી પાછી ફરશે.
 
શું કહે છે આરબીઆઇનો ડેટા
 
આરબીઆઇની ‘ટ્રેન્ડ એન્ડ પ્રોગ્રેસ ઓફ બેંકિંગ ઇન ઇન્ડિયા 2014-15’ રિપોર્ટ અનુસાર બેન્કોની રિટેલ લોન ક્રેડિટ ગ્રોથ 2014-15 દરમ્યાન 20 ટકા વધી છે. મહત્વપૂર્ણ છે કે રિટેલ લોનમાં અડધી હિસ્સેદારી હાઉસિંગ લોનની હોય છે. એટલે કે લોન લેનારાઓની સંખ્યા વધી છે, જેનાથી બેન્કો દ્ધારા વધુ લોન વિતરણ કરવામાં આવી છે.
 
RBI નું ડિસેમ્બર 2015 બુલેટિન
 
સેકટર
માર્ચ 20, 2015
બાકી લોન (ઓક્ટોબર 2014)
બાકી લોન (ઓક્ટોબર 2015)
નાણાંકીય વર્ષ 2015-16 માં ગ્રોથ
વર્ષ દર વર્ષ ગ્રોથ
હાઉસિંગ
6.28 લાખ કરોડ
5.91 લાખ કરોડ
6.9 લાખ કરોડ
10.7%
17.6%
 
બેન્કોનો ડેટા
 
જાહેર ક્ષેત્રની 26 બેન્કોએ નાણાંકીય વર્ષ 2014-15માં કુલ 1,12,364 કરોડ રૂપિયાની લોન આપી. જયારે એપ્રિલથી સપ્ટેમ્બર દરમ્યાન 53,641 કરોડ રૂપિયાનું લોન વિતરણ થયું. આ કુલ લોનના 47.7 ટકા રહી. જો, 2015-16માં ઇકોનોમી ગ્રોથ સારો રહ્યો તો ચાલુ વર્ષે ગ્રોથ જોવા મળી શકે છે અને રિયલ એસ્ટેટની બીજી તસવીર હોઇ શકે છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો મુખ્ય બેન્કોનો લોન વિતરણ ડેટા...
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.
(Loans Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Good sign of real estate sector, Home loan demand increased in 2015
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.