• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Loans »Update» Know About Home Loan Tax Incentives That You Didnt Know

હોમ લોન લીધી છે, તો જાણો ટેક્સમાં તમને આ છૂટ પણ મળે છે

અમદાવાદઃમકાન ખરીદનારાઓ માટે વર્ષ 2016 સારૂ દેખાઇ રહ્યું છે. ટેક્સ બેનિફિટ્સ વધ્યા છે, વ્યાજ દર ઘટયા છે, પ્રોપર્ટીની કિંમત ઘટી નથી તો તેમાં કોઇ મોટો વધારો પણ નથી થયો. એટલું જ નહીં,અફોર્ડેબલ સેગમેન્ટ્સમાં નવા લોન્ચિંગ પણ થયા છે. આવા સંજોગોમાં ઘણાં લોકો મકાન ખરીદવા અંગે વિચારી રહ્યા હશે. તેઓ લોનની સારી ડીલ માટે બેન્કોની ઓફર પણ ચકાસતા હશે. જો આપને બન્ને મોરચે ડિસ્કાઉન્ટ મળી જાય તો પણ નિયમોની જાણકારી ન હોવાથી આપના ટેક્સનું બિલ વધી શકે છે. મોટી વાત તો બધા જાણે છે કે મુળ લોનની ચુકવણી માટે સેક્શન 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધી અને વ્યાજની ચુકવણી માટે સેકશન 24 હેઠળ 2 લાખ રૂપિયા સુધીનો ક્લેમ આપ કરી શકો છો.
 
ઇએમઆઇ મિસ થઇ જાય તો પણ મળશે ટેક્સ લાભ
 
ઇએમઆઇ મિસ થઇ જાય તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આમ થાય તો પણ વ્યાજ ચુકવણીના સ્લેબમાં આપ ટેક્સ બેનિફિટ ક્લેમ કરી શકો છો. પ્રોપર્ટી ટેક્સ કે હોમ લોનના પ્રિન્સિપલ રિપેમેન્ટ પર ડિડક્શન પેડ બેઝિસ પર ઉપલબ્ધ હોય છે. પરંતુ વ્યાજ પર ડિડક્શન એક્રુઅલ બેઝિસ પર મળે છે. જો નાણાંકીય વર્ષમાં કેટલીક ઇએમઆઇ મિસ થઇ ગઇ છે તો પણ આપ આખા વર્ષ માટે ઇએમઆઇના વ્યાજવાળા હિસ્સા પર ડિડક્શન ક્લેમ કરી શકો છો. 
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો હોમ લોન લીધા બાદ ચૂકવવામાં આવતા હપ્તા પર તમને કેવી રીતે ટેક્સમાં છૂટનો લાભ લઈ શકો છો...
(Loans Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know about home loan tax incentives that you didnt know
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.