• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Loans »Update» New Lending Rate Formula Applied From 1st April

લોન શિફ્ટ કરાવતાં પહેલાં આ 6 વાતનું રાખો ધ્યાન, નહીં થાય પરેશાની

 
નવી દિલ્હીઃ 1 એપ્રિલથી નવી લેન્ડિંગ રેટ ફોર્મ્યુલા લાગુ થઈ ગઈ છે. તેમ છતાં કેટલીક બેન્કોએ ઈન્ટરેસ્ટ રેટ ઓછો કર્યો છે અને તેનો લાભ કસ્ટમર્સને આપી રહી છે. તમે પણ નવી ફોર્મ્યુલાનો લાભ ઉઠાવીને ઓછા ઈન્ટરેસ્ટ રેટવાળી બેન્કોમાં લોન શિફ્ટ કરી શકો છો. પરંતુ લોન શિફ્ટ કરતાં પહેલાં આ 6 વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
 
ઈન્ટરેસ્ટ રેટની તુલના કરો
 
સસ્તા વ્યાજ દરનો લાભ લેવા માટે લોનને અન્ય બેન્કમાં શિફ્ટ કરતાં પહેલાં બેન્કોની ઓફર સારી રીતે સમજવી જોઈએ. કઈ બેન્ક કયા દર પર લોન ઓફર કરી રહી છે જે જાણકારી બેન્કની વેબસાઈટ પરથી લેવી જોઈએ. જો ઈન્ટરેસ્ટ રેટમાં નજીવો તફાવત હશે તો ઘણો ઓછો લાભ થશે. તેથી લોન શિફ્ટ ન કરવી જોઈએ.
 
ટોટલ આઉટ-ફ્લોની ગણતરી કરો
 
લોન શિફ્ટ કરાવતાં પહેલાં લોનની ટોટલ આઉટ ફ્લોની ગણતરી કરો. જ્યારે લોન બીજી બેન્કમાં શિફ્ટ કરશો ત્યારે તે બેન્કમા કેટલી ચૂકવણી કરશો તેને ટોટલ આઉટ ફ્લો કહે છે. કેટલીક બેન્કો ઈન્ટરેસ્ટ લોન શિફ્ટ કરાવતી વખતે લોનની મુદત વધારવાની ઓફર પણ આપે છે. તેથી લોન શિફ્ટ કરતાં પહેલાં મુદત દરમિયાન કેટલી લોન ચૂકવશો તે ચેક કરી લેવું જોઈએ.
 
પ્રોસેસિંગ ફી અને બીજા ચાર્જની માહિતી લો
 
લોન શિફ્ટ કરતાં પહેલાં પ્રોસેસિંગ ફી, સ્ટેમ્પ ફી, લીગલ ચાર્જ, વેલ્યુએશન ફી, ટેક્નિકલ વગેરે અંગે માહિતી મેળવો. કોઈ બેન્ક માત્ર પ્રોસેસિંગ ચાર્જ કરે છે તો તેની અંદર પણ ચાર્જને ઉમેરી દેવામાં આવે છે. તેથી કેટલીક બેંક વિવિધ ચાર્જ લે છે. બેન્ક પ્રોસેસિંગ ફી ટોટલ આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટ પર લે છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, પેનલ્ટીનું ગણિત...
 
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.
(Loans Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: New lending rate formula applied from 1st April
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.