• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Loans »Update» State Bank Of India And Housing Development Finance Company Leading The Push

30 વર્ષ માટે મળશે એક કરોડની હોમ લોન, બેન્કો કરી રહી છે એગ્રેસિવ માર્કેટિંગ

નવી દિલ્હીઃકેટલીક બેન્કોએ હોમ લોનની મર્યાદા વધારી દીધી છે. એવામાં તમારા માટે 1 કરોડથી વધુ કિંમતની સંપત્તિ માટે 1 કરોડ રૂપિયા સુધી લોન હાંસલ કરવાનું આસાન થઇ ગયુ છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી લાવવા માટે દેશના કેટલીક અગ્રણી બેન્ક પહેલેથી ચાલી રહેલી સ્કીમને પુશ કરવાની પહેલ કરી છે.
 
મનીભાસ્કર આજે તમને બતાવી રહ્યું છે કે લોન એમાઉન્ટ અને પિરીયડ વધવાથી તમને શું ફાયદો થશે...
 
બેન્ક આપી રહી છે એક કરોડ રૂપિયા સુધીની લોન
 
સ્ટેટ બેન્ક ઓફ ન્ડિયા (એસબીઆઇ) અને હોમ ફાઇનાન્સ કંપની એચડીએફસી તમને રૂ. 1 કરોડ સુધીની હોમ લોન આપે છે. આ લોન તમને 30 વર્ષની અવધિ માટે મળે છે. બેન્કોએ  સ્કીમ પહેલીથી લોન્ચ કરી હતી, પરંતુ હવે રિયલ એસ્ટેટ માર્કેટને ઉગારવા માટે બેન્ક પોતાની આ સ્કીમનું તેજીથી માર્કેટિંગ કરી રહી છે.
 
મંદીમાં છે રિયલ એસ્ટેટ માર્કેટ
 
રિયલ એસ્ટેટ માર્કેટમાં આ સમયે મંદીનો સમય ચાલી રહ્યો છે. કોઇ પણ ડેવલપર આ સમયે નવી સ્કીમ લોન્ચ કરી રહ્યું નથી. આ સમય પહેલાની ઇન્વેન્ટરી પણ ઘણી પડી છે. ડેવલપર્સ ઇન્વેન્ટરીને વેચવા માટે અનેક ઓફરો લઇને આવ્યા છે, જેમાં ઘરનું રજિસ્ટ્રેશન, કાર પાર્કિંગ, હાઉસ હોલ્ડ ગુડ્ઝ ફ્રીમાં આપવાની વાત કરી રહ્યા છે. તેમ છતા સેલ્સમાં ખાસ કંઇ સુધારો થયો નથી.
 
આગળની સ્લાઇડમાં જાણો કઇ ઉંમરના લોકોને છે ફાયદો....
(Loans Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: State Bank of India and Housing Development Finance Company leading the push
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.