• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Income Tax »Update» Income Tax Department Can Sent Notice To Non Filers

31 માર્ચ છે જુનુ રિટર્ન ફાઇલ કરવાની લાસ્ટ ડેટ, નહીં કરો તો મળશે ઇન્કમ ટેક્સની નોટિસ

નવી દિલ્હીઃ31 માર્ચે ફાઇનાન્સિયલ 2016-17 સમાપ્ત થઇ રહ્યું છે. જો તમે નાણાંકીય વર્ષ 2014-15નું ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભર્યું તો 31 માર્ચ તમારા માટે અંતિમ તક છે. ત્યાર બાદ ટેક્સ ડિપાર્ટમેન્ટ તેમનું રિટર્ન સ્વીકાર નહીં કરે.
 
31 માર્ચ પછી નહીં મળે તક
 
ક્લિયરટેક્સના એડિટર સીએ પ્રીતિ ખુરાનાએ મનીભાસ્કર.કોમને જણાવ્યું કે જો કોઇએ 2014-15નું રિટર્ન ફાઇલ નથી કર્યું તો 31 માર્ચ તેમના માટે અંતિમ તક છે.
 
નોટિસ જાહેર કરી શકે છે ઇન્કમ ટેક્સ વિભાગ
 
જો તમે 31 માર્ચ, 2017 સુધી ઇન્કમ ટેક્સ ફાઇલ નથી કર્યું અને આઇટીને લાગે કે તમારે રિટર્ન ફાઇલ કરવું જોઇએ તો વિભાગ તમને નોટિસ મોકલી શકે છે.
 
પેનલ્ટી સાથે ભરવું પડશે વ્યાજ
 
પ્રીતિ ખુરાનાનું કહેવું છે કે ત્યાર બાદ ઇન્કમ ટેક્સ વિભાગ નોટિસ જાહેર કરી શકે છે. આવા સંજોગોમાં તમારી પર ટેક્સ લાયબિલિટી બને છે અને તમારે પેનલ્ટીની સાથે વ્યાજ પણ આપવું પડશે.
 
ફાઇલ કરી શકો છો છેલ્લા બે વર્ષના રિટર્ન
 
તમે એક નાણાંકીય વર્ષમાં છેલ્લા બે વર્ષના રિટર્ન ફાઇલ કરી શકો છો. જેનો અર્થ એ કે તમે 31 માર્ચ 2016-17 અને 2015-16નું રિટર્ન ફાઇલ કરી શકો છો.
(Income Tax Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Income Tax Department Can Sent Notice To Non Filers
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.