• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Income Tax »Update» Income Tax Scheme For Tax Defaulters To End On September 30

30 સપ્ટેમ્બર પછી બ્લેકમની રાખનારા પર થશે સખ્તાઇ, IT ડિપાર્ટમેન્ટ બનાવી રહ્યું છે પ્લાન

નવી દિલ્હીઃઆવતા મહિનાથીબ્લેકમની રાખનારા સામે કેન્દ્ર સરકાર સખત કાર્યવાહીના મૂડમાં છે. જેના માટે સીબીડિટી એક્શન પ્લાન બનાવી રહી છે. જેમાં લોકોને માહિતી કલેક્ટ કરવામાં આવી રહી છે. જેમણે જાણીજોઇને બ્લેકમની જાહેર નથી કરી. કેન્દ્ર સરકાર દ્ધારા એક જૂનથી ચલાવાઇ રહેલી આ ઇન્કમ ટેક્સ ડેક્લેરેશન સ્કીમ 2016 હેઠળ બ્લેકમની જાહેર કરવાની તારીખ 30 સપ્ટેમ્બરે સમાપ્ત થઇ રહી છે.
 
 
શું છે તૈયારી
 
સુત્રોના જણાવ્યા અનુસાર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ 30 સપ્ટેમ્બર પછી બ્લેકમની રાખનારા સામે મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. જે હેઠળ ડિપાર્ટમેન્ટ એવા લોકોની યાદી તૈયાર કરી રહ્યું છે. અધિકારીઓના અનુસાર આ અંગે રિજનલ લેવલે પણ નિર્દેશ જાહેર થઇ ચૂકયા છે. સાથે જ આવા લોકોની પણ યાદી બનાવાઇ રહી છે જે નોન પાન કાર્ડ ટ્રાન્ઝેક્શન કરે છે. અધિકારીઓએ જણાવ્યું કે 30 સપ્ટેમ્બર બાદ આવા લોકો પર સખત એક્શન લેવામાં આવી શકે છે.
 
શું છે બ્લેકમની ડિક્લેરેશન સ્કીમ
 
મોદી સરકારે બ્લેકમની ડિસ્ક્લોઝ કરવા માટે ચાર મહિના માટે જૂનમાં એક વિન્ડો ઓપન કરી હતી. જેમાં બ્લેકમની રાખનારા વ્યક્તિ પોતાની અઘોષિત આવક જાહેર કરે તો 45 ટકા ટેક્સ અને પેનલ્ટી આપીને બ્લેકના વ્હાઇટ કરી શકે છે. જેની જાણકારી પબ્લિકમાં જાહેર નહીં થાય.
 
ઠંડા રિસ્પોન્સથી પરેશાન સરકાર
 
સ્કીમ સમાપ્ત થવામાં માત્ર 15 દિવસ બચ્યા છે. તેમ છતાં સરકારની આશા કરતાં ઘણી ઓછી બ્લેકમની જાહેર થઇ છે. 1997માં વીડીએસ સ્કીમથી 10 હજાર કરોડ રૂપિયા ટેક્સ કલેક્સન સરકારને થયું હતું. આ જ રીતે 2015માં 2424 કરોડ રૂપિયા મળ્યા હતા. પરંતુ આ વખતે સૌથી ઓછું ટેક્સ કલેક્સન થવાની સંભાવના વધી ગઇ છે.
 
શનિવારે થઇ હતી ઇમરજન્સી મીટિંગ
 
બાકીના 15 દિવસમાં વધુમાં વધુ આવક ડિસ્ક્લોઝ થઇ શકે, જેના માટ સીબીડિટી ચેરમેન બધા રિઝનલ લેવલના પ્રમુખોની સાતે મીટિંગ પણ કરવા જઇ રહ્યા છે. જેનાથી વધુમાં વધુ લોકો ઇન્કમ ડિસ્ક્લોઝ કરી શકે.
 
ચાર મહિનામાં 6 વાર ક્લેરિફિકેશન
 
બ્લેકમની સ્કીમને સફળ બનાવવા સરકાર પર કેટલું દબાણ છે, જેને એ વાતથી સમજી શકાય છે. કે ગત 4 મહિનામાં 6 વાર સરકારે ક્લેરિફિકેશન જાહેર કર્યું છે. જે અનુસાર બ્લેકમની ડિસ્કલોઝ કરનારાના નામ ગુપ્ત રાખવામાં આવશે.
 
આગળની સ્લાઇડમાં વાંચો શું છે મહત્વનો ફેરફાર...
(Income Tax Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Income Tax scheme for tax defaulters to end on September 30
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.