• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Income Tax »Update» Gov. Made Clear That No More Tax Benefit On Interest Up To 2 Lakh On Second Home Loan

સેકન્ડ હોમલોનના વ્યાજ પર 2 લાખથી વધુ ટેક્સ બેનિફિટ નહિ મળેઃ રેવન્યુ સેક્રેટરી

સેકન્ડ હોમલોનના વ્યાજ પર 2 લાખથી વધુ ટેક્સ બેનિફિટ નહિ મળેઃ રેવન્યુ સેક્રેટરી
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે બીજું ઘર ખરીદનારા લોકોને વાર્ષિક 2 લાખ રૂપિયા સુધી જ ટેક્સ છૂટનો ફાયદો મળી શકશે. ફાઇનાન્સ બિલ 2017માં તેની જોગવાઇ કરવામાં આવી છે. રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ જણાવ્યું કે બીજું ઘર ખરીદનારા લોકોને એક હદથી વધારે છૂટ આપવાનો કોઇ અર્થ નથી.
 
ટેક્સ છૂટનો થઇ રહ્યો છે દૂરુપયોગ
 
- રેવન્યુ સેક્રેટરીએ જણાવ્યું કે બીજા ઘર માટે હોમ લોન પર ટેક્સ છૂટનો દૂરુપયોગ કરવામાં આવી રહ્યો છે. એના કરતા પ્રથમવાર ઘર ખરીદનારા લોકોને હોમ લોનના ઇન્ટરેસ્ટ પર ટેક્સ છૂટ આપવાનું ઉચિત છે. પરંતુ બીજુ ઘર ખરીદનાર લોકોને અમુક હદથી વધારે ટેક્સ છૂટ આપવાનો કોઇ મતલબ નથી. એવા લોકો બીજુ ઘર ભાડે આપીને કમાણી કરી શકે છે.
 
સરકારને આ રીતે થઇ રહ્યું હતું નુકસાન

- અત્યાર સુધી બીજા ઘરની હોમ લોન પરના ઇન્ટરેસ્ટ પર ટેક્સ છૂટની કોઇ લિમિટ ન હતી. તેનો ફાયદો લેવા બીજા ઘરના માલિક હોમ લોનની સંપૂર્ણ ઇન્ટરેસ્ટ પર ટેક્સ છૂટ લેતા હતા.
- રેવન્યુ સેક્રેટરીએ આ વાતને ઉદાહરણ સાથે સમજાવી. તેમણે કહ્યું કે જો મારી પાસે મારું ઘર છે અને હું 1 કરોડ હોમ લોન લઇને બીજુ ઘર ખરીદું છું તો તેના પર ઇન્ટરેસ્ટ વાર્ષિક 10 લાખ રૂપિયા છે. 
- તેમણે જણાવ્યું કે, `જો કોઇને હું ઘર ભાડે આપું છું જે મને 3 લાખ રૂપિયા ભાડું આપે છે તો 7 લાખ રૂપિયા સેલરી ઇન્કમ કે બિઝનેસ ઇન્કમ સામે તેને ઓફસેટ કરી શકું છું. એટલે કે મારી ટેક્સેબલ ઇન્કમ ઘટી જાય છે. તેથી સરકારને નુકસાન થાય છે.'
 
બીજા ઘર મારફત ટેક્સેબલ ઇન્કમ ઘટી નહિ શકે
 
ક્લીયરટેક્સના ચીફ એડિટર અને સીએ પ્રીતિ ખુરાનાએ moneybhaskar.comને જણાવ્યું કે પહેલા બીજા ઘરની હોમ લોનના ઇન્ટરેસ્ટ પર ટેક્સ છૂટની કોઇ લિમિટ ન હતી. તેનો ફાયદો લેવા લોકો બીજું ઘર લોનથી ખરીદતા હતા. તેનાથી તેઓ કેપિટલ ક્રિએટ કરવાની સાથે ટેક્સેબલ ઇન્કમ પણ કરી લેતા હતા. પરંતુ હવે નવા નિયમથી એવા લોકો નિરાશ થશે.
(Income Tax Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: gov. made clear that no more tax benefit on interest up to 2 lakh on second home loan
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.