• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Insurance »Update» Take Benefit Of Group Health Insurance, Wetting Period Will Not Be A Problem

ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સનો ઉઠાવો ફાયદો, વેટિંગ પીરિયડની નહી થાય ઝંઝટ

નવી દિલ્હીઃકંપનીઓ પોતાના એમ્પ્લોયીને ગ્રુપ ઇન્શ્યોરન્સ પોલિસી આપે છે. આ પોલિસીથી કવર નોકર દરમિયાન જ મળે છે. જો તમે નોકરી છોડીને બીજી કંપનીમાં જોબ કરવા જતા હોય તો જૂની કંપની પાસેથી મળેલી હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીનો બેનિફિટ મળી શકતો નથી. પરંતુ શું તમને ખબર છે કે તમે કંપનીની ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીને વ્યક્તિગત પોલિસીમાં શિફ્ટ કરાવી શકો છો. તેનાથી તમને હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીના વેટિંગ પિરીયડની રાહ જોવી પડશે નહી. આવો જાણીએ કે કેવી રીતે શિફ્ટ થશે પોલિસી અને શુ થશે ફાયદો.
 
પોલિસી શિફ્ટ કરવાનો ફાયદો
 
કંપની પાસેથી મળેલી હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીમાં મોટા ભાગની બીમારીઓ માટે વેટિંગ પીરિયડ હોતો નથી. ત્યારે વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સમાં સાધારણ બીમારીઓ માટે 30 દિવસ, કોઇ ખાસ બીમારી માટે 24 મહિના અને પહેલેથી બીમારી હોય તો તેના માટે 48 મહિનાનો વેટિંગ પિરીયડ હોય છે. જોકે, અલગ અલગ કંપનીઓની પોલિસીની ઉપર વેટિંગ પીરિયડનો આધાર હોય છે.
 
ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીને વ્યક્તિગત  હેલ્થ ઇન્શ્યોરન્સમાં શિફ્ટ કરવવાથી તમને મોટા ભાગની બીમારીઓ માટે વેટિંગ પીરિયડનું ચક્કર હોતુ નથી. આવું એટલા માટે હોય છે કે ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સમાં વેટિંગ પીરિયડ અમુક જ બીમારીઓ માટે હોય છે.
 
સમાન કંપનીમાં કરવી પડશે પોલિસીને શિફ્ટ
 
ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીને વ્યક્તિગત પોલિસીમાં શિફ્ટ સમાન કંપનીમાં કરવો પડશે. એટલે કે જે કંપનીનો ગ્રુપ હેલ્થ ઇન્શોરન્સ પોલિસી કંપની તરફથી તમને મળ્યો હતો તે જ કંપની કંપની પાસેથી વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી લઇ શકો છો. જો તમે ઇચ્છો કે કોઇ બીજી કંપનીમાં પોલિસી શિફ્ટ કરીએ તો આવું ન થઇ શકે. પોલિસી શિફ્ટ કરવાનો નિર્ણય કંપની પર આધારિત રહેશે. જો કંપની ન ઇચ્છે કે તે ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીને વ્યક્તિગત પોલિસીમાં કન્વર્ટ કરે તો તે ન પણ કરી શકે.
 
 
આગળની સ્લાઇડમાં વાંચો કેટલા દિવસ પહેલા શિફ્ટ કરવી પડશે પોલિસી....
(Insurance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Take benefit of Group Health Insurance, wetting period will not be a problem
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.