• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Insurance »Update» RDAI Hikes Premium Of Third Party Motor Insurance

કાર અને ટુ વ્હીલરનો વીમો થયો મોંઘો, 28 ટકા સુધી ચુકવવું પડશે વધારે પ્રીમિયમ

કાર અને ટુ વ્હીલરનો વીમો થયો મોંઘો, 28 ટકા સુધી ચુકવવું પડશે વધારે પ્રીમિયમ
નવી દિલ્હીઃ હવે તમારે કાર અને ટુ વ્હીલરના ઇન્સ્યોરન્સ કરાવવા માટે વધારે પૈસા આપવા પડશે. વીમા નિયામક ઇરડાએ કારના થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમમાં 28 ટકા અને ટુ વ્હીલરના થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમમાં મહત્તમ 28 ટકાનો વધારો કર્યો છે.
 
નવા પ્રીમિયમ 1 એપ્રિલથી લાગુ પડશે

ઇરડા તરફથી સોમવારે ઇશ્યુ થયેલી સૂચના અનુસાર નવો થર્ડ પાર્ટી મોટર વીમા પ્રીમિયમ 1 એપ્રિલથી લાગુ થઇ ગયો છે.
 
કાર માટે થર્ડ પાર્ટી મોટર વીમા પ્રીમિયમ
 
કારજૂનું પ્રીમિયમ નવું પ્રીમિયમવધારો (ટકામાં)
1000 સીસી સુધી2,055 2,0550
1000 સીસીથી 1500 સીસી સુધી2,2372,86328
1500 સીસીથી વધારે6,1647,89028
        
 
ટુ વ્હીલરના થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ
 
ટુ વ્હીલરજૂનું પ્રીમિયમ નવું પ્રીમિયમવધારો (ટકામાં)
75 સીસી સુધી569 5690
75 સીસીથી 150 સીસી સુધી61972016.32
150 સીસીથી 350 સીસી સુધી69388728
350 સીસીથી વધારે 7961,01928
 
 
નોંધ- પ્રીમિયમ રૂપિયામાં છે.
 
પ્રસાવિત રેટથી ઓછો વધારો

જોકે, વીમા નિયામકે માર્ચમાં એક ડ્રાફ્ટ ઇશ્યુ કરીને થર્ડ પાર્ટી મોટર વીમા પ્રીમિયમમાં 50 ટકા સુધી વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ અંતે પ્રીમિયમમાં વધારો સંબંધિત દરથી ઓછો કરવામાં આવ્યો છે.
 
થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે જરૂરી
 
ભારતમાં મોટર વ્હીલક એક્ટ પ્રમાણે વાહનનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કરવો જરૂરી છે. જો તમારા વાહનનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોય અને અકસ્માતમાં કોઇ ઘાયલ થાય કે તેનું મોત થાય તો આ કેસમાં વળતર વીમા કંપની આપશે. જ્યારે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ન હોય તો વળતર પોતાને ભોગવવું પડે, જે લાખો રૂપિયામાં હોય છે.
 
(Insurance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: RDAI hikes premium of third Party motor Insurance
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.