• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Insurance »Update» Low Premium Health Insurance Scheme Is Ready To Launch By Government

સસ્તી હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમની પ્રપોઝલ તૈયાર, ફિક્સ પ્રીમિયમ અને આધાર પર ફોકસ

નવી દિલ્હીઃમોદી સરકાર બજેટમાં જાહેરત કરવામાં આવેલ સસ્તી હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમ ટૂંકમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. સ્કીમની રૂપરેખા શું હોઈ શકે, તેના માટે જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓએ સરકારને પ્રપોઝલ મોકલી આપી છે. તેના આધારે ટૂંકમાં સ્કીમ અંતર્ગત લેવામાં આવનારા પ્રીમિયમ, ઇન્શ્યોરન્સ કવર વગેરેની આખરી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. 

શું છે સરકારની યોજના

સરકારની યોજના દરેક પરિવારની પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ કવર ઉપલબ્ધ કરાવવાની છે. તેના માટે નાણાં પ્રધાન અરૂણ જેટલીએ વર્ષ 2016-17ના બજેટમાં એક લાખ રૂપિયાના ઇન્શ્યોરન્સ કવરવાળી સ્કીમ લાવવાની જાહેરાત કરી હતી. તે અંતર્ગત સસ્તા પ્રીમિયમ પર કવર મળશે. આ સાથે જ સીનિયર સિટિઝનને 30 હજાર રૂપિયાનું વધારાનું કવર પણ સસ્તા પ્રીમિયમ પર આપવામાં આવશે. 

કંપનીઓએ સોંપી પ્રપોઝલ

ઉદ્યોગના સૂત્રો અનુસાર, સ્કીમને લઇને નાણાં મંત્રાલયે મુખ્ય જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પાસેથી સૂચનો મંગાવ્યા હતા. એક મુખ્ય જનરલ ઇન્શ્યોરન્સ કંપનીના વરિષ્ઠ અધિકારીએ ભાસ્કરને જણાવ્યું કે કંપનીઓએ પોતાની પ્રપોઝલ મોકલી આપી છે. તે અંતર્ગત આવકના આધારે પ્રીમિયમ નક્કી કરવાથી લઇને ફિક્સ્ડ પ્રીમિયમની વાત કરવામાં આવી છે. સાથે જ આધાર નંબર દ્વારા સ્કીમ રોલઆઉટ કરવાની ભલામણ પણ કરવામાં આવી છે. 

દર મહિને આપવું પડશે પ્રીમિયમ

સૂત્રો અનુસાર, સ્કીમ અંતર્ગત સરકાર 500 રૂપિયાથી લઇને 800 રૂપિયા સુધીનું વાર્ષિક પ્રીમિયમ નવી સ્કીમ માટે નક્કી કરી શકે છે, જેને દર મહિને લેવામાં આવશે. તેનો ઉદ્દેશ એ છે કે, ઓછી આવક ધરાવતા લોકોને પ્રીમિયમ આપવામાં મુશ્કેલી ન આવે. સ્કીમમાં સરેરાશ પ્રીમિયમ દર મહિને 50-60 રૂપિયા હશે, જે ઓછી આવક ધરાવતા લોકો માટે ચૂકવવા સરળ રહેશે. 

આગળની સ્લાઈડ્સમાં વાંચો...આવકના આધારે કેવી રીતે બદલાશે સુવિધાઓ...

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.