• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Insurance »Update» IRCTC Plans Insurance Cover For Mobiles, Laptops

મોબાઇલ-લેપટોપનો ઇન્સ્યોરન્સ આપશે રેલવે, હવે 1 પૈસામાં 10 લાખનો વીમો

નવી દિલ્હીઃ રેલવે પોતાના પેસેન્જર્સને 92 પૈસામાં વીમો આપનારી પોલિસી લાવ્યા બાદ હવે મોબાઇલ ફોન અને લેપટોપ માટે વીમા પોલિસી રજૂ કરવા જઇ રહી છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) ના ચેરમેન તેમજ એમડી એકે મનોચાએ જણાવ્યું કે આ અંગે આઇઆરસીટીસીના અધિકારીઓ અને વીમા કંપનીઓ વચ્ચે પ્રથમ રાઉન્ડની બેઠક થઇ ચુકી છે.
 
ઇન્શ્યોરન્સ કંપનીઓની ભલામણ...
 
-મનોચાના જણાવ્યા અનુસાર, ખોટા દાવાને લઇને વીમા કંપનીઓની કેટલીક મુશ્કેલીઓ છે, જે અંગે અમે કેટલીક ભલામણો કરી છે. શરૂઆતમાં અમે ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ અને સરકારી કર્મચારીઓને આ પોલિસી આપવાનો આઇડિયા આપ્યો છે. મનોચાએ આશા વ્યકત કરી કે રેલવે દુર્ઘટનાઓની સાથે જ ચોરીના કિસ્સાઓ પણ આ યોજના હેઠળ કવર થશે. આઇઆરસીટીસીએ ગત મહિને ફક્ત 92 પૈસામાં મુસાફરો માટે ઓપ્શનલ વીમા પ્લાન લોન્ચ કર્યો હતો.
 
1 પૈસામાં 10 લાખનો વીમો
 
- રેલવેએ દિવાળી બોનાન્ઝા હેઠળ માત્ર 1 પૈસામાં 10 લાખ રૂપિયાનો વીમો આપવાની જાહેરાત કરી છે. આ સ્કીમ શુક્રવારથી શરૂ થઇ રહી છે. રેલવે તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુસાફરોને 7 ઓક્ટોબરથી ફકત 1 પૈસા ટોકન પ્રાઇમાં 10 લાખ રૂપિયાની વીમાની સુવિધા હશે, અત્યાર સુધી વીમા માટે 92 પૈસા લેવામાં આવતા હતા. 1 સપ્ટેમ્બરે લોન્ચ થયેલી આ સ્કીમને મળી રહેલા સપોર્ટને જોતાં આઇઆરસીટીસીએ કેટલાક સમય માટે પ્રીમિયમની રકમ 92 પૈસા ઘટાડીને ફક્ત એક પૈસા કરી છે. 31 ઓક્ટોબર સુધી બુક કરાવેલી તમામ ટિકિટોમાં આ સુવિધા લાગુ થશે. 
(Insurance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: IRCTC plans insurance cover for mobiles, laptops
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.