• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Insurance »Update» Insurance Industry Working To Promote Responsible Driving

કાર અને બાઈકનો ઈન્શ્યોરન્સ થશે સસ્તો, નિયમમાં થશે ફેરફાર

નવી દિલ્હીઃઆવનારા દિવસોમાં સામાન્ય ગ્રાહકો માટે કાર વીમાનું પ્રીમિયમ સસ્તું થશે જ્યારે વધારે જોખમ ધરાવતા વાહનો જેમ કે બસ ટ્રક અને ઓડી જેવી કારના માલિકે વધારે પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે. ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીએ સામાન્ય લોકો માટે મોટર વીમા પ્રિમિયમ સસ્તુ કરવા અને જવાબદારીથી ડ્રાઈવિંગને પ્રોત્સાહિત કરવા માટે તેના આ અંગે એક દરખાસ્ત તૈયાર કરી છે. આ દરખાસ્તને મોટર વ્હીકલ એક્ટના ડ્રાફ્ટ સાથે જોડવા માટે ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી ટૂંકમાં જ સંસદની કાયમી સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રાખવાની છે. 

ગામાન્ય ગ્રાહકોને માટે આ રીતે ઘટશે વીમા પ્રીમિયમ

જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા જનરલ ઇનશ્યોરન્સ કાઉન્સિલના સેક્રેટરી જનરલ આર. ચંદ્રશેખરે ભાસ્કરને જણાવ્યું કે, અમે સંસદની કાયમી સમિતિની સમક્ષ અવી દરખાસ્ત મૂકીશું જેનાથી એ સુનિશ્ચિત થઈ શકે તે સામાન્ય ફોર વ્હીલર અથવા ટુ વ્હીલર ચાલકો માટે પ્રીમિયમ સસ્તું થાય જ્યારે એવા વાહનો જેમાં અકસ્માતનું જોખમ વધારે છે અથવા જેના પર જોખમ વધારે હોય છે તેના માટે વધારે પ્રીમિયમ હોય. વાહનોના કેટલાક સેગમેન્ટમાં ક્લેમ વધારે હોય છે. હાલના સમયમાં તેની કિંમત જવાબદારીથી ડ્રાઈવિંગ કરનાર સામાન્ય વ્યક્તિએ પણ ચૂકવવી પડે છે અને તેને વધારે પ્રીમિયમ આપવું પડે છે. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો...10 લાખથી વધારે ક્લેમ પર કોણે આપવું પડશે વળતર
(Insurance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: insurance industry working to promote responsible driving
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.