• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Insurance »Update» Insurance Company And Victim Can Make Settlement In An Accident Case

એક્સિડન્ટના કેસમાં વળતર લેવાનું બનશે સરળ, ચુકાદા સુધી નહીં જોવી પડે રાહ

નવી દિલ્હીઃએક્સિડન્ટમાં જો વિક્ટિમનું મૃત્યુ થાય કે તે ઘાયલ થાય તો તેવા કિસ્સામાં વળતર આપવાનું હવે સરળ બનશે. પીડિત પક્ષ અને ઇન્શ્યોરન્સ કંપની પરસ્પર મામલો સેટલ કરી શકશે. તેમાં ભોગ બનનાર પક્ષને ઝડપથી વળતર મળી જશે અને તેના માટે તેણે અદાલતમાં વર્ષો સુધી રાહ જોવી નહીંપડે.
 
 
મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ એક્ટમાં છે જોગવાઇ
 
- મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ એક્ટ, 2016માં પ્રોવિજન છે કે એક્સીડન્ટના કિસ્સામાં વળતર માટે વિક્ટિમ અને ઇન્શ્યોરન્સ કંપની આપસમાં વાતચીત કરીને વળતર અંગે સેટિંગ કરી શકે છે. તે પછી બંને પક્ષ અદાલતમાં આ વાતની લેખિત માહિતી આપી શકે છે કે સમાધાન થઇ ચૂક્યું છે.

- તેનાથી એક્સિડન્ટમાં પીડિતા પક્ષને ઝડપથી વળતર મળી જશે અને સાથે વીમા કંપનીને પણ ફાયદો થશે. એમેન્ડમેન્ટ એક્ટ લોકસભામાં પાસ થઈ ચૂક્યું છે અને રાજ્યસભામાં પાસ થવાનું બાકી છે.
 
વીમા કંપનીઓને આર્થિક રીતે થશે ફાયદો
 
- આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સના ચીફ, અન્ડરરાઇટિંગ એન્ડ ક્લેમ, સંજય દત્તાએ moneybhaskar.comને જણાવ્યું કે એક્ટમાં કરેલી જોગવાઇ હેઠળ હવે એકસ્માતની બાબતમાં વીમા કંપનીઓ અને વિક્ટિમ પક્ષ આપસમાં સમજૂતિ કરી શકે છે.

- `વિક્ટિમ પક્ષ આ સમજૂતિથી સેટિસફાઇ નહીંથાય તો તે અદાલતમાં જઇ શકે છે. જો વીમા કંપનીઓ અને વિક્ટિમ પક્ષ વચ્ચે આ રીતે સમજૂતિ થાય તો તેનાથી વીમા કંપનીને આર્થિક રીતે ફાયદો થશે.'
 
અગાઉ અદાલત વિના થતું ન હતું સેટલમેન્ટ

- ઓરિયેન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડના પૂર્વ ડીજીએમ એનકે સિંહ કહે છે કે પહેલા એક્સિડન્ટના કેસને વીમા કંપનીઓ કોર્ટના હસ્તક્ષેપ વિના સેટલમેન્ટ કરી શકતી ન હતી.
- `હવે મોટર વ્હીકલ એક્ટમાં જોગવાઇ કરાઇ છે કે પહેલા વીમા કંપનીઓ અને વિક્ટિમ પક્ષ પરસ્પર વાતચીત કરીને સમજૂતિ કરવાનો પ્રયાસ કરી શકે છે. જો કોઇ સેટલમેન્ટ ન થા તો તે પછી અદાલત પાસે જઇ શકે છે.'
 
વીમા કંપનીઓને રાખવા પડે છે નાણાં

- ઇન્શ્યોરન્સ કંપનીઓને થર્ડ પાર્ટી મોટર વીમા પોલિસીના મામલમાં એક નિશ્ચિત રકમ રીઝર્વ રાખવી પડે છે. 
- એક્સિડન્ટના કિસ્સામાં વળતરનો કેસ અદાલતમાં 5થી 10 વર્ષ સુધી ચાલે છે. તેમાં વીમા કંપની આ નાણાંને ક્યાંય રોકી શકતી નથી અને તેને આર્થિક રીતે નુકસાન થતું હતું.
- જો મામલો થોડાક મહિનામાં સેટલ થઇ જાય તો ઇન્શ્યોરન્સ કંપનીની રકમ ફ્રી થઇ જાય છે અને તે તેનું રોકાણ પણ કરી શકે છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સ શું છે... તે કેમ જરૂરી છે...
(Insurance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Insurance company and victim can make settlement in an accident case
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.