• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Financial Planning »Update» Know The Salary Of Surgical Strike’S Mastermind Ajit Doval

જાણો, સર્જિકલ સ્ટ્રાઈકના માસ્ટરમાઈન્ડ ડોભાલ દર મહિને કેટલી લે છે સેલરી

નવી દિલ્હીઃ ભારતીય સૈન્યએ LoC પાર કરીને 3 કિલોમીટર અંદર ઘૂસીને આતંકવાદીઓના સાત જેટલા ઠેકાણા નાશ કરવા સહિત 38 આતંકીઓને ઠાર કર્યા. આ સમગ્ર પ્લાનિંગના માસ્ટર માઈન્ડ નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજીત ડોભાલને ગણાવવામાં આવી રહ્યા છે. પોતાની હિંમત અને મનોવૃત્તિના કારણે ડોભાલએ જાસૂસી દુનિયામાં એવા અનેક દાખલા બેસાડ્યા, જેના કારણે તેમને રિયલ જેમ્સ બોન્ડ પણ કહેવામાં આવે છે.
 
1.62 લાખ સેલરી મેળવે છે ડોભાલ
 
- રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને દર મહિને 1,62,500 રૂપિયા સેલરી મળે છે.
- ડોભાલ ગુપ્ત ઓપરેશન માટે જાણીતા છે.
- ડોભાલ 1968ની કેરળ બેચના આઈપીએસ અધિકારી છે.
- તેમણે પોતાનું મોટાભાગનું જીવન એક જાસૂસ તરીકે જે પસાર કર્યું છે.
 
ડોભાલ જ હતા સર્જિકલ સ્ટ્રાઈકના માસ્ટર માઈન્ડ
 
- અનેક મીડિયા રિપોર્ટ્સ મુજબ પીઓકેમાં સેના વતી કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઈકના માસ્ટર માઈન્ડ હતા.
- સમગ્ર ઓપરેશન ડોભાલના નેતૃત્વમાં પાર પડ્યું હતું. તેમણે પાકિસ્તાનને ચોંકાવાની રણનીતિ બનાવી હતી.
- ઉપરાંત સમગ્ર ઓપરેશન દરમિયાન તેઓ ડીજીએમઓ સાથે સતત સંપર્કમાં રહ્યા.
- દરેક ક્ષણની માહિતી લેતા રહ્યા.
 
ડોભાલની મોટી સિદ્ધિઓ
 
-1980ના દાયકામાં લાલડેંગના નેતૃત્વમાં મિજો નેશનલ ફ્રન્ટના ઉગ્રવાદને કાબૂ કરવા માટે અજીત ડોભાલે મોર્યો સંભાળ્યો અને 7માંથી 6 કમાન્ડરોને પોતાની તરફ કરી લીધા.
- ગુપ્તચર એજન્સી રૉના અંડર કવર એજન્ટ તરીકે ડોભાલ 7 વર્ષ સુધી પાકિસ્તાનના લાહોરમાં એક પાકિસ્તાની મુસ્લિમ બનીને રહ્યા હતા.
- જૂન 1984માં અમૃતસરના સુવર્ણ મંદિર પર થયેલા આતંકી હુમલાના કાઉન્ટર ઓપરેશન બ્લૂ સ્ટારમાં જીતના હીરો રહ્યા. તે રિક્ષા ચાલક બનીને મંદિરમાં ગયા અને ખાલિસ્તાનીઓની જાણકારી આર્મીને આપી, જેના આધારે ઓપરેશનમાં ભારતીય સેનાને સફળતા મળી.
- 1999માં કંધાર પ્લેન હાઈજેક દરમિયાન ઓપરેશન બ્લેક થંડરમાં અજીત ડોભાલે આતંકીઓ સાથે વાટાઘાટો કરનારા મુખ્ય ઓફિસર હતા.
- જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરો અને શાંતિના પક્ષમાં લોકો વચ્ચે કામ કરતા ડોભાલે અનેક આતંકીઓને સરેન્ડર કરાવીને પ્રો-ઈન્ડિયા બનાવ્યા.
- અજીત ડોભાલ 33 વર્ષ સુધી નોર્થ-ઈસ્ટ, જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં ગુપ્તચર જાસૂસ પણ રહ્યા છે.
- 2015માં મણિપુરમાં આર્મીના કાફલા પર હુમલા બાદ મ્યાનમારની સીમામાં ઘુસીને ઉગ્રવાદીઓનો ખાત્મો કરવા માટે સર્જિકલ સ્ટ્રાઈક ઓપરેશનના હેડ પ્લાનર રહ્યા.
- જાન્યુઆરી 2016માં થયેલા પઠાણકોટ આતંકી હુમલામાં કાઉન્ટર ઓપરેશનને સફળતાપૂર્વક લીડ કર્યું.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, ડોભાલની લાઈફ સાથે સંકળાયેલા ફોટોઝ...
(Financial Planning Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know the salary of surgical strike’s mastermind ajit doval
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.