• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Financial Planning »Update» Banks Are Not Keen To Pass The Rate Cut Benefit To Old Customers

સસ્તી લોન માટે જુના કસ્ટમરને જોવી પડશે રાહ, માત્ર નવાને મળશે ફાયદો

નવી દિલ્હીઃ આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલે પોતાની પ્રથમ મોનેટરી પોલિસીમાં રેપો રેટમાં ઘટાડો કરી સસ્તી લોનનો રસ્તો ખોલી નાંખ્યો છે. તેમ છતાં તેમના આ પગલાનો ફાયદો મોટા કસ્ટમર બેઝને નહીં મળે. આવુ એટલા માટે છે કે બેન્કોના જુના કસ્ટમરને બેન્ક જલદી સસ્તી લોન નહીં આપે. એવામાં બધો ફાયદો નવા કસ્ટમરને મળવાનો છે. આરબીઆઇએ 0.25 ટકા રેપો રેટમાં ઘટાડો કર્યો છે.
 
હોમ લોન-કાર લોન પહેલેથી લીધી હોય તેવા કસ્ટમરને ફાયદો નહીં
 
બેન્કર્સના અનુસાર, આરબીઆઇએ લેન્ડિંગ રેટ માટે એપ્રિલ 2016માં એમસીએલઆરની ફોર્મ્યુલા લાગુ કરી છે. જેમાં બેન્ક આરબીઆઇ દ્ધારા રેપો રેટમાં ઘટાડો બાદ જલદી લોન સસ્તી કરી શકે છે. માર્જિનલ કોસ્ટ ઓફ લેંડિંગ (એમસીએલઆર) ફોર્મ્યુલા હેઠળ બેન્ક હોમ લોન અને કાર લોન પર એમસીએલઆર એક અને બે વર્ષ માટે ફિક્સ કરે છે. એવામાં 4 ઓક્ટોબર પછી જ્યારે બેન્ક એમસીએલઆર ઘટાડશે તો પહેલાથી લોન લીધી હોય તેવા કસ્ટમરને તેનો ફાયદો નહીં મળે.
 
કેમ થશે આવું
 
એસબીઆઇના પૂર્વ સીજીએમ સુનીલ પંતના અનુસાર જો કોઇ વ્યક્તિએ 30 સપ્ટેમ્બરને હોમ, લોન, કાર કે બીજી લોન એમસીએલઆર પર લીધી છે. તો તેમના રેટનો રિવ્યૂ પછી આવતા એક વર્ષ કે બે વર્ષ પછી થશે. તે સમયે જે એમસીએલઆર રેટ હશે, તેને ફાયદો મળશે.
 
આગળની સ્લાઇડમાં વાંચો જુના કસ્ટમર માટે સસ્તી લોન લેવાનો શું છે ઓપ્શન...

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.